અરવલ્લી,ભિલોડા : વરસાદ વધુ પડે તો પણ લોકોને હાલાકી અને ઓછો પડે તો પણ લોકોને તેની અસર વર્તાય છે. આવી જ એક સમસ્યા અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં જોવા મળી છે કે, જ્યાં મરતે પણ માર્ગ ન મળવા જેવી સ્થિતિથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભિલોડા તાલુકાના કંમઠાડીયા ગામે મૃત્યુ થયા બાદ તેની અંતિમ યાત્રામાં હાથમતી નદીનું ધસમસતું અવરોધરૂપ બન્યું હતું. ગુજરાતમાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે.ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં ભારે વરસાદથી હાથમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે.જેથી ઉપલા કંમઠાડીયાથી નીચલા કંમઠાડીયા તરફ જવાનો રસ્તો હાથમતી નદીના ભારે વહેણને પગલે બંધ છે. જે જગ્યાએ સ્મશાન આવેલું છે ત્યાં ડાઘુઓને જવા માટે હાથમતી નદીના વહેણમાં થઈને પસાર થવું પડી રહ્યું છે.જેથી દર ચોમાસાની ઋતુમાં ડાઘુઓને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.ી ગ્રામજનોએ બંને ગામને જોડતો પુલ બનાવવા માંગ કરી છે.