ભાવનગર-

ભારતીય નૌકાદળની શાન બનેલા અને હાલમાં સેવામાંથી નિવૃત્ત થયેલા વિમાનવાહક જહાજ આઇએનએસ વિરાટનું મ્યુઝિયમમાં રૂપાંતર કરવા માટે મંત્રીમંડળે લીલી ઝંડી દેખાડી હતી. આને કારણે ભારતની ગૌરવપ્રદ અને ઐતિહાસિક યુદ્ધનૌકા સામાન્ય નાગરિકોને જાેવા માટે ખુલ્લી મુકાવા સુચનો મળ્યા હતા.હાલમાં ભાવનગરના અલંગમાં આઈએનએસ વિરાટ પહોંચી ગયું છે. વિરાટને પ્લોટ નં. ૯ પર લંગારવામાં આવ્યું છે. આઈએનએસ વિરાટને મ્યુઝીયમ બનાવવા ચાલી રહેલા સોશિયલ મીડિયામાં વોર માટે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાનું નિવેદન સામે આવ્યું છે. મનસુખભાઇ માંડવિયાએ આ મામલે કહ્યું છે કે,

વિરાટ ૭૦ વર્ષ જૂનું હોવાથી એક્સપોર્ટ લોકોએ જણાવ્યું કે જાે વિરાટનું મ્યુઝિયમ બનાવશું તો મોટો અકસ્માત થવાની ભીતિ છે માટે અમે તોડવા માટે મજબૂર બન્યા છીએ. તમને જણાવી દઇએ કે, આઈએનએસ વિરાટને લઈને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા મનસુખ માંડવિયા અને ભૂપેન્દ્રસિંહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આઈએનએસ વિરાટનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે.

તે દુનિયાનું એકમાત્ર જહાજ છે જે આટલું જૂનુ થવા થતાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો હતો અને સારી હાલતમાં હતું. તેને ગ્રેટ ઓલ્ડ લેડીના નામથી પણ ઓળખવામાં આવે છે. પશ્ચિમી નેવલ કમાન્ડે જણાવ્યું હતું કે તે ઈતિહાસમાં સૌથી વધુ સેવા આપનાર જહાજ છે. આઈએનએસ વિરાટ ઈતિહાસમાં સૌથી વધુ સેવા આપતું જહાજ છે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન નેવીમાં તેને ૧૯૮૭માં સામેલ કરાયું હતું. તે પહેલા રોયલ બ્રિટિશમાં તેણે ૨૭ વર્ષ સેવાઓ આપી હતી.