દિલ્હી-

ભારત અને ચીન આર્મી વચ્ચે સિક્કિમમાં એક નાનકડી અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. એલએસીને લઈને બંને સેના વચ્ચે અથડામણ 20 જાન્યુઆરીએ સિક્કિમના નકુ લા વિસ્તારમાં થઈ હતી. આ મુદ્દો સ્થાનિક કમાન્ડરોના સ્તરે ઉકેલાઈ ગયો છે. ભારતીય સેના દ્વારા સોમવારે આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની સૈનિકોએ એક્યુઅલ કંટ્રોલ (એલએસી) ને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ભારતીય સૈનિકોએ તેને અટકાવ્યો. બંને પક્ષે કેટલાક સૈનિકો સાધારણ રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

સેનાએ એક નિવેદનમાં કહ્યું કે અમને સિક્કિમમાં ભારતીય સૈન્ય અને પીએલએ સૈનિકો વચ્ચેના અથડામણને લગતા ઘણા પ્રશ્નો મળ્યા છે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે 20 જાન્યુઆરીએ ઉત્તર સિક્કિમના નાકુ લા વિસ્તારમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચે સામાન્ય અથડામણ થઈ હતી. જેનો નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ સ્થાનિક કમાન્ડરના સ્તરે સમાધાન કરવામાં આવ્યો હતો. સેનાએ વધુમાં કહ્યું કે મીડિયાએ "અતિશયોક્તિપૂર્ણ" અહેવાલો ટાળવા જોઈએ, જે હકીકતમાં ખોટા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની સૈનિકોએ એલએસીને પાર કરવાનો પ્રયાસ કર્યો. સરહદ પર તૈનાત ભારતીય સૈનિકો ત્યાં તેમને રોક્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીની સૈનિકોએ યથાવત્ સ્થિતિમાં ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો.