આણંદ: ગયાં વર્ષે મુંબઈમાં સુશાંતસિંહની આત્મહત્યા બાદ કેફી દ્રવ્યોની હેરાફેરી કરતાં તત્ત્વો પર એનડીપીએસનો સકંજાે કસયો હતો. તેમ છતાં પડી પટોળે ભાત ફાટે, પણ મીટે નહીંની માફક નશીલા પદાર્થોની હેરાફેરી કરનારાંઓ સુધરતાં નથી. એક ચર્ચા મુજબ, આણંદ પાલિકાના કહેવાતાં કદાવર નેતાના વહિવટદારનો ભાઈ દુબઇ એરપોર્ટ પરથી સંદિગ્ધ દ્રવ્યોની સાથે ઝડપાયો હોવાની ચર્ચા શહેરમાં હોટ ટોપિક બની ગઈ છે. એવું કહેવાય છે કે, સાથે તેનાં બે અન્ય સાગરિતો પકડાઈ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જાેકે, બીજા બે સાગરિતો એરપોર્ટ પરથી ફરાર થઈ જતાં તેમને ઝડપી પાડવા ત્યાંના તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આ બાબતની અત્રે જાણ થતાં કેટલાંક નેતાઓ દુબઈ પહોંચી ગયાનું પણ જાણવા મળ્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તાજેતરમાં આણંદ ખાતેથી ટુરના બહાને નશીલા પદાર્થોની હેરાફેરી કરવા હેતુસર ગયેલાં પૈકીના પાલિકાના કહેવાતાં કદાવર નેતાના વહિવટદારના ભાઇ સહિત અન્ય બે સાગરિત સંદિગ્ધ પદાર્થોર્ સાથે દુબઇ એરપોર્ટ પર ઝડપાઇ જતાં અત્રે ચકચાર મચી જવા પામી છે. જાેકે, બે સાગરિત એરપોર્ટ પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં ત્યાંની પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાંનું પણ જાણવા મળેલ છે. આ મામલાની અત્રે જાણ થતાં કેટલાંક લોકો દુબઈ રવાના થયાં હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ પંથક શાશ્વત નગરી તરીકે ઓળખાતી હોવા છતાં વિદ્યાનગર વિસ્તારમાં બેરોકટોક નશીલા પદાર્થોના વેચાણ અને સેવન થતાં હોવાના આક્ષેપ અગાઉ થઈ ચૂક્યાં છે. દુબઇ એરપોર્ટ પરથી પકડાયેલાં સ્થાનિક શખસોના બે નંબરી કારોબારના છેડાની તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટાં નશીલા પદાર્થોની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થવાની સંભાવના જાેવામાં આવી રહી છે.

દુબઈમાં ફરવા ગયેલાં મિત્રો પૈકી એક શખસ સિગારેટમાં ચરસ ભરીને લઈ ગયો હતો?

સૂત્રોના જણાવ્યાં અનુસાર, એક અઠવાડિયા પહેલાં આણંદથી ચાર-પાંચયુવાનો ફરવા માટે દુબઈ ગયાં હતાં, જ્યાં દુબઈ એરપોર્ટ ઉપર ચેકિંગ દરમિયાન એક શખસ પાસેથી મળી આવેલી સિગરેટોની તપાસ કરતાં તેમાંથી નશીલા દ્રવ્ય ચરસની માત્રા મળી આવી હતી. તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે. કોરોના ટેસ્ટ કરાવીને ક્વોરન્ટાઈન કરી દીધો હોવાના પણ અહેવાલો મળી રહ્યાં છે.

દુબઈમાં પીવા માટે જ સિગારેટમાં ચરસ ભરીને લઈ જવામાં આવી હતી?

સૂત્રોના જણાવ્યાં અનુસાર, ચરસ પીવાનો બંધાણી આ યુવક વારેઘડીએ દુબઈ ફરવા માટે જતો હતો. દુબઈમાં પીવા માટે જ સિગારેટમાં ચરસ ભરીને લઈ જવામાં આવી હતી, તે એરપોર્ટ ઉપર જ ચેકિંગમાં ઝડપાઈ ગઈ હતી. છેલ્લાં કેટલાક સમયથી આ વાત આણંદના મુસ્લિમ વિસ્તારમાં જાેરશોરથી ચર્ચાઈ રહી છે. આણંદથી યુવકના સંબંધીઓ દુબઈ પણ પહોંચ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે.