નવી દિલ્હીઃ 

 વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ પ્લેયર ઓફ ધ ડેકેટ (દાયકાના સર્વશ્રેષ્ઠ ખેલાડી) માટે નોમિનેટ કર્યા છે. મંગળવારે આઈસીસીએ સાત ખેલાડીઓની યાદી જાહેર કરી છે. કોહલી અને અશ્વિન સિવાય ઈંગ્લેન્ડના જો રૂટ, ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, એબી ડિવિલિયર્સ (સાઉથ આફ્રિકા) અને કુમાર સાંગાકારા (શ્રીલંકા)ને પણ આ લિસ્ટમાં નોમિનેટ કરવામાં આવ્યા છે.

પુરૂષોના દાયકાના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડીઓની લિસ્ટમાં કોહલી, રૂટ, વિલિયમસન, સ્મિથ, જેમ્સ એન્ડરસન, રંગના હેરાથ અને યાસિર શાહનું નામ સામેલ છે.

તો કોહલી, લસિથ મલિંગા, મિશેલ સ્ટાર્ક, ડિ વિલિયર્સ, રોહિત શર્મા, એમએસ ધોની અને કુમાર સાંગાકારાને દાયકાની વનડે આંતરરાષ્ટ્રીય ટીમમાં રાખવામાં આવ્યા છે.

કોહલી, રોહિત, મલિંગા, રાશિદ ખાન, ઇમરાન તાહિર, આરોન ફિન્ચ, ક્રિસ ગેલને ટી20 આંતરરાષ્ટ્રીય પ્લેયર ઓફ ધ ડેકેટ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

નોમિનેટ કરવામાં આવેલા ખેલાડીઓનું લિસ્ટ આઈસીસીની સત્તાવાર વેબસાઇટ પર મંગળવારે જાહેર કરવામાં આવ્યું છે. વિજેતાનો નિર્ણય તેને મળનારા વોટના આધાર પર થશે.

આઈસીસી વુમન પ્લેયર ઓફ ધ ડેકેટ માટે, એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા), મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા), સૂઝી બેટ્સ (ન્યૂઝીલેન્ડ), સ્ટેફિની ટેલર (વેસ્ટ ઈન્ડિઝ), મિતાલી રાજ (ભારત), સારા ટેલર (ઈંગ્લેન્ડ)ને નોમિનેટ કરવામાં આવ્યા છે.

મિતાલી રાજ, લેનિંગ, એલિસ પેરી, સુઝી બેટ્સ, સારા ટેલર અને ઝુલન ગોસ્વામીને આઈસીસી વુમન વનડે પ્લેયર ઓફ ધ ડેકેટ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. મહિલાઓના ટી20 આંતરરાષ્ટ્રીય પ્લેયર માટે લેનિંગ, પેરી, સોફી ડિવાઇન, ડેન્ડ્રા ડોટિન, એલીસા હિલી અને અન્ય શરૂબસોલને નોમિનેટ કરવામાં આવ્યા છે.

સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ ઓફ ધ ડેકેટ માટે કોહલી, ધોની, વિલિયમસન, બ્રેન્ડન મેક્કુલમ, મિસ્બાહ ઉલ-હક, અન્યા શરૂબસોલ, કેથરીન બ્રંટ, માહેલા જયવર્ધને અને ડેનિયલ વિટોરીનું નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું છે.