દિલ્હી-

ભારતીય રેલ્વેએ 6 'ઓક્સિજન એક્સપ્રેસ' ટ્રેનોની મદદથી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ (યુપી) અને દિલ્હીમાં અત્યાર સુધીમાં 450 ટન ઓક્સિજન પરિવહન કર્યું છે. દેશના વિવિધ ભાગોમાં પ્રવાહી તબીબી ઓક્સિજન પહોંચાડવાની પ્રક્રિયા હજી પણ ચાલુ છે.

રેલવે મંત્રાલયે મંગળવારે જણાવ્યુ હતુ કે,' રેલવે ની છ ઓક્સિજન એક્સપ્રેસ, અત્યાર સુધી ખાલી અને ભરેલા ટેન્કરથી 10,000 કિલોમીટરનો પ્રવાસ કરી ચૂકી છે. અત્યાર સુધીના કામચલાઉ અંદાજ મુજબ, ભારતીય રેલ્વે ઉત્તર પ્રદેશને 202 મેટ્રિક ટન, મહારાષ્ટ્રને 144 મેટ્રિક ટન અને દિલ્હીને 70 મેટ્રિક ટન ઓક્સીજન પૂરું પાડ્યું છે. જ્યારે આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશ, 64 મેટ્રિક ટનનો પુરવઠો મેળવશે.'

હાલમાં, બીજી ઓક્સિજન એક્સપ્રેસ બોકારોથી ભોપાલ જબલપુર થઈને દોડી રહી છે. આ ટ્રેનમાં છ ટેન્કરમાં 64 મેટ્રિક ટન પ્રવાહી તબીબી ઓક્સિજન વહન કરવામાં આવ્યું છે. આનાથી મધ્યપ્રદેશમાં ઓક્સિજનની માંગને પહોંચી વળાશે. લખનૌથી બીજી ખાલી ટ્રેન બોકારો પહોંચી છે જે ઉત્તર પ્રદેશને ઓક્સિજન સપ્લાય કરતા ઓક્સિજન ટેન્કરોની બીજા માલ સાથે પરત આવશે. દિલ્હીમાં આજે સવારે તેની પ્રથમ ઓક્સિજન એક્સપ્રેસમાંથી 70 મેટ્રિક ટનથી વધુ પ્રવાહી તબીબી ઓક્સિજન પ્રાપ્ત થયું છે.