અમદાવાદ

ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ 4 માર્ચ થી રમાનારી છે. ત્યાર બાદ 5 T20 શ્રેણીની શરુઆથ થશે. T20 બાદ બંને દેશ વચ્ચે પુણેમાં વન ડે શ્રેણીની શરુઆત થશે. જેમાં ટીમ ઇન્ડીયા (Team India) ના કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. BCCI આ પગલુ ખેલાડીઓ પર વર્કલોડને લઇને લેનાર છે.

રોહિત શર્માઃ ટીમ ઇન્ડીયાનો સ્ટાર ઓપનર ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડીયા માટે હિસ્સો રહ્યો છે. ત્યાર બાદ તે T20 પણ રમતો જોવા મળશે. આવામાં તેની પર વધતા દબાણને લઇને તેને વન ડે શ્રેણી દરમ્યાન આરામ અપાઇ શકે છે.

ઋષભ પંતઃ ટીમ ઇન્ડીયાનો વિકેટકીપર અને મેચ વિનર. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પંત ફિટ છે. ટેસ્ટ બાદ તે T20 શ્રેણી પણ રમતો જોવા મળી શકશે. પરંતુ ત્યારબાદ વન ડે શ્રેણીમાં તેને આરામ મળી શકે છે. ટીમ મેનેજમેન્ટ તેને આરામ આપી શકે છે.

વોશિંગ્ટન સુંદરઃ ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડરને પણ ઇંગ્લેંડ સામેની રમાનારી વન ડે શ્રેણીમાં આરામ મળી શકે છે. સુંદર હાલમાં ટેસ્ટ મેચમાં રમી રહ્યો છે. બાદમાં T20 શ્રેણીમાં પણ ટીમોનો હિસ્સો રહેશે. આમ તેના પર પણ વધતા વર્ક લોડને ધ્યાને રાખીને તેને આરામ મળી શકે છે.