જયપુર-

તમે ખાલી પડેલા ઘરમાં તાળાં તોડીને રોકડ-દાગીના અને કિમતી સામાનની ચોરીની વાત સાંભળી હશે, પરંતુ હવે જયપુરમાં અત્યારે મોંઘા જૂતા અને સાઈકલની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. શહેરમાં આવા જ ૨ અપાર્ટમેન્ટના ૩૨ ફ્લેટ્‌સની બહાર મુકેલા જૂતા ચોરાઈ જવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજ ૧૦ માર્ચની રાતના અંદાજે ૩ વાગ્યા છે. મોટાભાગના આવા કેસ પોલીસ સ્ટેશન સુધી નથી પહોંચતા અને પોલીસ પણ આવી ચોરીને નાની સમજીને નજર અંદાજ કરે છે.

આ સંજાેગોમાં હવે આવી ચોરીઓની સંખ્યા વધી રહી છે. શહેરમાં કમલા નહેરુ નગર કનક વિહાર વિસ્તારના બે અપાર્ટમેન્ટ બિલ્ડિંગ એવી છે જ્યાં આવી ઘટનાઓ બની રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં નક્ષત્ર વ્હાઈટ્‌સ અને ગણપતિ એનક્લવ અપાર્ટમેન્ટમાં ૨ બદમાશો અંદાજે ૩૨ ફ્લેટ્‌સની બહાર મુકેલા બ્રાન્ડેડ જૂતા અને ચંપલ ચોરીને લઈ ગયા છે. સીસીટીવીમાં દેખાતા બંને બદમાશો જૂતા ચોરતા પહેલાં તેની ક્વોલિટી પણ જાેતા દેખાઈ રહ્યા છે. ત્યારપછી ચોરને જે જૂતા ગમ્યા તે એ ચોરીને લઈ ગયા.

આ ઘટના સતત ૨-૩ મહિનાથી થતી જાેવા મળી રહી છે. ઘણાં દિવસો સુધી ફ્લેટ્‌સમાં રહેતા લોકોએ તેને જૂતા ચોરીની સામાન્ય ઘટના ગણીને પોલીસને તે વિશે માહિતી ના આપી અને તેનો જ ફાયદો બદમાશો લેતા રહ્યાં. પરંતુ ત્યારે સ્થાનિક લોકોએ ચોરીની ઘચના વધતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે તેમાં બે બદમાશો દેખાયા હતા. આ અપાર્ટમેન્ટમાં ચોકીદાર નથી. તેથી રાત્રે ૨-૩ વાગ્યાની આસપાસ આ બદમાશ ગેંગ ઘરની બહાર રાખેલા જૂતા ચોરી જાય છે.