ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાના 21મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સત્ર સંદર્ભમાં આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. વિધાનસભા 21 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર બેઠકોની કામગીરી સહલાકાર સમિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાના સમયગાળામાં યોજાનારા બેઠક અને વિધાનસભા સત્રમાં સોશિયલ ડીસ્ટન્સ સહિતના મુદ્દાઓ જળવાઈ રહે એ માટે પણ આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સંસદીય બાબતોના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદીય બાબતોના રાજયકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાની, કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર, સિનિયર ધારાસભ્ય પુંજાભાઈ વંશ કોંગ્રેસને અને ભાજપના દંડક હાજર રહ્યાં હતા.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આગામી 21 તારીખે શરૂ થનારી વિધાનસભાના એજન્ડા માટે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. બંધારણીય રીતે છ મહિનામાં વિધાનસભાનું સત્ર બોલાવવા પડે એ અંતર્ગત ચોમાસુ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં આજે ચર્ચા થઈ કે રાજ્યનું સમગ્ર તંત્ર કલેકટર ડીડીઓ આરોગ્ય કર્મચારીઓ રાજ્યમાં કોરોના ના અટકાવવામાં કામે લાગ્યું છે. 

ગુજરાત વિધાનસભાના 21મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સત્ર સંદર્ભમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. વિધાનસભા 21 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર બેઠકોની કામગીરી સહલાકાર સમિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાના સમયગાળામાં યોજાનારા બેઠક અને વિધાનસભા સત્રમાં સોશિયલ ડીસ્ટન્સ સહિતના મુદ્દાઓ જળવાઈ રહે એ માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ગરીબ ખેડૂતોની જમીનો દસ્તાવેજો ભૂમાફિયાઓ અટકાવવા માટેનો કાયદો સહિતના કાયદા ઓ વિધાનસભાના સત્રમાં રજૂ કરવામાં આવશે. ગુજરાતમાં ક્યાંય પણ કોઈ ગુંડાગીરી કરીને પ્રજાને હેરાન ન કરે તેના માટે ગુંડાના મુદ્દે કાયદો પણ લાવવામાં આવશે. એપીએમસી સુધારા સહિતના કાયદાઓ પણ લેવાશે. ધારાસભ્યોના વેતનમાં ૩૦ ટકાના કાપનો વિધાયક પણ લેવામાં આવશે. આમ આ આ સત્ર ઐતિહાસીક બનશે ૨૦ જેટલા કાયદાઓ લવાશે.