સુરત-

ક્રેડાઇના સેક્રેટરી દીપન દેસાઈને ભાજપે ટિકિટ આપી છે. તેઓ વોર્ડ નંબર 20 ખટોદરા, મજુરા સગરામપુરાથી ભાજપના ઉમેદવાર છે. તેઓ બિલ્ડર છે અને પોતાની આવક 20 કરોડ રૂપિયાથી પણ વધુ સંપતિનો ઉલ્લેખ કર્યો છે. દીપન દેસાઈએ મહારાષ્ટ્રના પુણા ડિપ્લોમા ઇન સિવિલ એન્જીનીયરીંગ કર્યું છે અને તેઓ ઘણા વર્ષોથી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે કાર્યરત છે. શહેરમાં ઉભેલા તમામ ઉમેદવારો માટે તેઓ સૌથી ધનિક ઉમેદવાર તરીકે સામે આવ્યા છે. આ વખતે ભાજપ અનેક યુવાઓને વધુ દાવેદારી આપી છે જેમાંથી એક દીપન દેસાઇ પણ છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ અનેક ધનિક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે વાત કરવામાં આવે ભાજપની તો ભાજપના સૌથી ધનિક ઉમેદવાર દીપન દેસાઈ છે. ઉમેદવારી પત્રકમાં દાખલ એફિડેવિટમાં તેઓએ પોતાની આવક 20 કરોડ જેટલી બતાવી છે અને તેમણે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીને વધુ વેગ આપવા માટે તેઓ ચૂંટાઈને આવ્યા બાદ અનેક કામો કરશે.