સુરત-

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. ૨૪ કલાકમાં શહેરમાં માત્ર બે જ મોત નોંધાતાં તંત્રને મોટી રાહત થઇ છે. એપ્રિલ થી મે મહિના સુધીમાં કોરોનાના કેસો બે હજારથી પણ વધુ હતા. પરંતુ હવે કેસ ૩૦૦ની અંદર જતા શહેરીજનો પણ કોરોનાનું સંક્રમણ કરતાં હાશકારો અનુભવી રહ્યા છે. સુરતમાં ચાલી રહેલા ૩૨ કોવિડ સેન્ટરમાંથી ૯૦ ટકા કોવિડ સેન્ટરમાં કેસ ઓછા થતાં ૨૮ જેટલા સેન્ટર બંધ કરવામાં આવ્યા છે. કોરોનાનો કહેર હવે સુરતમાં એકદમ નિયંત્રણ તરફ છે. સુરતમાં એક વખત પોઝિટિવિટી રેટ ૮ ટકા જેટલો હતો. જે આજે ઘટીને ૦.૭ ટકા છે. હાલના દિવસોમાં રિકવરી રેટ ૯૬ ટકા પર છે.

સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય અધિકારી બંછા નિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરતમાં કોવિડના કેસ ખૂબ જ ઓછા થયા છે. આખા દેશમાં સૌથી ઓછા પોઝિટિવિટી રેટમાં સુરત શહેર સામેલ છે. પોઝિટિવિટી રેટ ૦.૭ ટકા અને રિકવરી રેટ ૯૬ ટકા છે. એક વખત ૨૪ કલાકમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં ૩૪૦ જેટલા કોલ્સ આવતા હતા તે ઘટીને ૧૦થી ૨૦ કોલ્સ આવી રહ્યા છે.

બીજા જે પેરામીટર્સ છે ૧૦૪નું હોય કે ર્જીંજી હોય તમામ બાબતોમાં જાેઈએ તો ૯૦ ટકા બેડ ખાલી છે. ઓક્સિજનમાં એક વખત જે ૨૨૦ મેટ્રિક ટનની ખપત થતી હતી તે ઓછા થઈને ૨૦ મેટ્રિક ટન વપરાશ છે. જે ખૂબ આનંદની બાબત છે. સુરતમાં ટેસ્ટીંગ ખૂબ જ મોટા પ્રમાણમાં કરાયું હતું. ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ ૫ ઘણા કરવામાં આવ્યા. માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં વધારે ફોકસ કરાયું સાથે સાથે લોકોને કોવિડ હેલ્થ કાર્ડમાં ગ્રીન અને વ્હાઇટ કાર્ડ આપવામાં આવ્યા.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,અલગ અલગ સેકટર જ ટેકસટાઇલ, ડાયમંડ અને ગુડ્‌સ માટે અનેક ગાઈડલાઈન બાહર પાડવામાં આવી હતી. ટ્રેસિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટની ટ્રિપલ પોલિસી સાર્થક કરી શક્યા હતા. ૨૫૦થી વધુ ધનવંતરિ રથ સાથે સંજીવની રથ છે. કાર્પેટ કોમ્બિનિંગ ઓપરેશન કરીને જ્યાં ખૂબ કેસ હતા ત્યાં ટેસ્ટીંગ કરીને આઇસોલેટ કરીને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. કોરોનાની ત્રીજી લહેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઈશ્વરને પ્રાર્થના છે કે, થર્ડ વેવ ન આવે પરંતુ થર્ડ વેવ માટે મેન પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈ તમામ તૈયારીઓ કરાઈ રહી છે.