જામનગર-

કોરોના કહેર વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને નવા વર્ષની ભેટ અપાશે. ગ્રીન એનર્જી અંતર્ગત ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બનશે. 5 શહેરને 60 ઇ-બસથી કનેક્ટ કરાશે. 224 કરોડના ખર્ચે 10 વર્ષ માટે ઇલેક્ટ્રોનિક બસનો કોન્ટ્રાક્ટ 3 દિવસમાં ફાળવાય તેવી શક્યતા છે. ગુજરાતના 5 શહેરોમાં ખાનગી કંપની દ્વારા ચાર્જિંગ પોઇન્ટ્સ બનાવાશે. અમદાવાદના એસટીના એન્જિનિયર એ.કે. પરમારે જણાવ્યું કે, માર્ચમાં પ્રાયોગિક ધોરણે એક-એક બસ ચલાવાશે. જૂન સુધી તમામ બસ કાર્યરત થઈ જશે. અત્યાર સુધી અમદાવાદ અને સુરતમાં શહેરની અંદર ઇલેક્ટ્રોનિક બસ કાર્યરત છે, પરંતુ બે શહેરને જોડતી બસનો પ્રથમ પ્રયોગ છે. આગામી માર્ચ મહિનાથી જામનગર અને રાજકોટ વચ્ચે 20 ઇન્ટરસિટી ઇલેકટ્રિક બસ દોડાવવાની યોજનાને રાજય સરકારે મંજૂરી આપી દીધી છે. આ પ્રકારની ઇન્ટરસિટી બસ અમદાવાદ-વડોદરા અને અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ દોડશે. રાજયના એસટી સતાવાળાઓએ આ પ્રકારની કુલ 20 બસ આપવામાં આવશે.