આબુ રોડ-

દેશભરમાં ફરીને કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત ખેડૂતોનું સમર્થન મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ટિકૈત હવે વડાપ્રધાન અને ગૃહમંત્રીના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન તે ખેડૂતો સાથે મુલાકાત કરશે. કિસાન સંઘર્ષ મંચ દ્વારા રાકેશ ટિકૈતની ટ્રેક્ટર યાત્રાનું આબુરોડમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. રાકેશ ટિકૈતની ટ્રેક્ટર યાત્રા આબુરોડથી ગુજરાતમાં પ્રવેશ કરશે.

ખેડૂત નેતા આંદોલનને ગતિ આપવા માટે અલગ-અલગ રાજ્યોની મુલાકાત લઇ માહોલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 4 અને 5 એપ્રિલના રોજ રાકેશ ટિકૈત ગુજરાતના ખેડૂતોનું સમર્થન પ્રાપ્ત કરવા પ્રયાસ કરશે. રાકેશ ટિકૈત આજે 10 વાગે ગુજરાતમાં પ્રવેશ કરશે. તે સૌથી પહેલાં માં અંબાના આર્શિવાદ પ્રાપ્ત કરી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. ખેડૂત નેતાએ ગુજરાત મુલાકાત અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમે ખેડૂતોને મળીશું, ગુજરાતના ખેડૂતો પણ આંદોલનમાં જોડાયેલા છે. 3 કૃષિ કાયદા વિરૂદ્ધ અમારી લડાઇ ચાલુ છે. ગુજરાત બોર્ડર પર શું થાય છે તે જોઇશું. ગુજરાતમાં જવા માટે કોઇ પાસપોર્ટ કે વિઝાની મારે જરૂર પડતી નથી.