દિલ્હી-

દેશમાં મોટાભાગના રાજ્યોમાં હવે કોરોના નિયંત્રણમાં જણાય છે ત્યારે હજી એક રાજ્ય એવું છે, જ્યાં સ્થિતી હજી ગંભીર છે અને કોરોનાના કેસ કાબુમાં આવ્યા નથી. 6300 જેટલા એક્ટીવ કેસો સાથે ગુજરાત પણ હવે કોરોનાના આક્રમણ સામે ઘણું સલામત થઈ રહ્યું છે.

છતાં દેશના રાજ્ય કેરળમાં હજી કોરોનાના કેસો નિયંત્રણમાં આવતાં નથી. આજે પણ લગભગ 69,000 જેટલા કોરોના કેસો સાથે કેરળ પહેલા સ્થાને છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટીવ કેસો 52,653 છે ખરા પણ બંને રાજ્યોની વસ્તીની સરખામણી કરીએ તો ખબર પડે છે કે, કેરળમાં કોરોનાના સંક્રમણનો ખતરો મહારાષ્ટ્ર કરતાં ક્યાંય વધારે છે. કેરળ માત્ર સાડા-ત્રણ કરોડની વસ્તીમાં આટલી મોટી સંખ્યામાં કેસો ધરાવે છે, જ્યારે મહારાષ્ટ્ર તેનાથી આશરે ચારેક ગણી વસ્તી ધરાવે છે તો પણ ત્યાં કેરળ કરતાં ઓછા કેસ છે. ગણતરી પ્રમાણે મહારાષ્ટ્રની સરખામણીએ કેરળમાં ત્રણગણા વધારે એક્ટીવ કેસો છે. દેશભરમાં રવિવારે 13,962 નવા કેસો નોંધાયા હતા જ્યારે 145નાં મોત થયા હતા.