લોકસત્તા ડેસ્ક

ઉનાળાની સીઝનમાં દરરોજ કંઇક નવુ ખાવાની ઇચ્છા બધાને થતી હોય છે.એવામાં બાળકોની તો દરરોજ જુદી-જુદી ડિમાન્ડ હોય છે.તો ચલો આજે અમે તમારા માટે લઇને આવ્યા છીએ.


૨ નંગ :પાકેલી કેરી, 

૫૦ : ગ્રામ માવો,

૨ ચમચી : ઘી, 

૨ ચમચી: કાજુ બદામ (કતરી/પાઉડર), 

૩ ચમચી : ખાંડ,ચાંદી નો વરખ,

 ૧ ચમચી : ઇલાયચી પાઉડર. 

બનાવવાની રીત :

-સૌ પ્રથમ કેરીને સમારી તેને મીકસર જારમાં લઇ પેસ્ટ બનાવી લો. જેમાં ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ પેસ્ટ પાણી વગર જ બનાવની છે. 

-પછી 1 પેનમા ઘી ગરમ કરી, તેમાં કેરીનો પલ્પ ઉમેરી ધીમા ગેસ પર હલાવતા રો, ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરી સતત હલાવતા રો, પાણીનો ભાગ થોડો બળી જાય પછી તેમાં માવો છીણીને ઉમેરો, ત્યારબાદ મીશરણ ઘટ્ટ થવા માંડે એટલે તેમાં ડા્યફુટ તથા ઇલાયચી પાઉડર ઉમેરી મીકસ કરી લો. 

-અને જો જરુર લાગે તો ૧/૨ ચમચી ઘી ઉમેરી શકાય છે. 

-મિશ્રણ તૈયાર થઇ જાય એટલે તેને 1 ડીસમાં બટર પેપર રાખી તેના પર આ મિશ્રણ પાથરી સરસ રીતે સેટ કરી લો.પછી બરફી થોડી ઠંડી થાય પછી તેના પર ચાંદીનો વરખ લગાવી ચોરસ પીસ કટ કરી લો. અને ઉપર બદામ મુકી બરફી પીરસો.