નવી દિલ્હી

ભારતમાં કેટલાય પ્રકારના ટી લવર્સ મળી જશે. કોઇ દૂધવાળી ચા પસંદ કરે છે તો કોઇ ગ્રીન અને બ્લેક ટી. ભારતમાં મોટાભાગે લોકો દૂધની ચા પીવાનું પસંદ કરે છે પરંતુ કદાચ તમે નથી જાણતા કે એવી કેટલીય ચા હોય છે જે તમારે પીવી જોઇએ અને તે કેટલાય ઘણી સ્વાસ્થ્યવર્ધક હોય છે. જાણો, એક એવી જ ચા વિશે જેમાં કેટલાય ગુણો રહેલા છે. સંતરાની છાલ, જેને આપણે સામાન્ય રીતે ફેંકી દઇએ છીએ તે કેટલાય પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે હેલ્ધી હોય છે. સંતરાની છાલની ચા ઈમ્યૂનિટી બૂસ્ટ કરવાની સૌથી સરળ પદ્ધતિ છે.

કેવી રીતે બનાવશો આ ચા

સામગ્રી

- અડધા સંતરાની છાલ

- દોઢ કપ પાણી

- અડધો ઈંચ તજનો ટુકડો

- 2 થી 3 લવિંગ

- 1 થી 2 ઈલાયચી

- અડધી ચમચી ગોળ

કેવી રીતે ચા તૈયાર કરશો

સૌથી પહેલા કોઇ તપેલીમાં પાણી લો અને મધ્યમ તાપે પર ગરમ કરો. હવે તેમાં સંતરાની છાલ અને અન્ય મસાલા નાંખો. આ ચાને 2 થી 3 મિનિટ સુધી ગરમ કરો અને ત્યારબાદ ગેસ બંધ કરી દો. ચાને એક કપમાં ગાળી લો અને મિઠાસ માટે તેમાં ગોળ મિક્સ કરો. ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરી લો. હવે, તમારા સંતરાની ચા તૈયાર છે.

સંતરાના છાલની ચાનો ફાયદો

સંતરાની છાલમાં લિમોનિન નામનું એક તત્ત્વ મળી આવે છે, જે 97 ટકા એશેન્શિયલ ઑઇલથી ભર્યુ હોય છે. આ પ્રાકૃતિક રીતે એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-કેન્સર ગુણોથી સમૃદ્ધ હોય છે, જેને પોતાના ડાયેટમાં સામેલ કરવાથી પેટની બળતરા, સોજો અને સ્કિન કેન્સર જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.