આ અને આવા રોડ બનાવવા મળતિયા ઈજારદારને જે તે સમયે કોન્ટ્રાક્ટ આપનાર સ્થાયી સમિતિના ચેરમેન સહિતના તમામ સભ્યો, એ દરખાસ્ત સામાન્ય સભામાં મંજૂર કરનાર મેયર, ડે. મેયર સહિતના શાસકપક્ષના તમામ સભ્યો અને ઈજારદાર સાથેની ઉપરોક્ત તમામની ગોઠવણમાંથી પોતાનો હિસ્સો કઢાવી લઈ ઓડકાર સુધ્ધાં નહીં ખાનાર વિપક્ષી સભ્યો તો વિમાનોમાં ઊડતા થઈ ગયા, પણ ધરતી પર રહેતા બિચારા સામાન્ય નાગરિકો પોતે આપેલા મતના પાપની કઠોર સજાઓ આવા ભૂવાઓ, ગંદકી, પાણીના ભરાવા રૂ૫ે ભોગવે છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ સૂત્ર માત્ર ચૂંટાયેલા સભ્યોનું આંતરિક સૂત્ર છે, એ સમજવા માટે હજી નિર્દોષ નાગરિકો કેટલી ચૂંટણીઓમાં આવી ભૂલો કર્યા કરશે એ તો

ભગવાન શ્રીરામ જાણે!