દુબઈ,

વિશ્વની સૌથી મોંઘી નંબર પ્લેટને લઈને બજાર ગરમ હોય છે. ફરી એક વાર એક અંકની નંબર પ્લેટ છછ૯ માટે બોલી લગાવાઈ. જેમાં બિડરે તેને ખરીદીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તમને જાણવાની ઈચ્છા થશે કે આ નંબર પ્લેટ કેટલામાં વેચાઈ. તમને જણાવી દઈએ કે છછ૯ નંબરની નંબર પ્લેટ ૩૮ મિલિયન યુએઈ દીરહામ એટલે કે લગભગ ૭૬ કરોડમાં ખરીદવામાં આવી છે.


આ નંબર પ્લેટ ઉપરાંત દુબઇમાં ચેરિટી હરાજીમાં ઘણાં ફેન્સી મોબાઈલ ફોન નંબર પણ ઉપલબ્ધ હતા. જરાજીમાં એક ડીઝીટ તેમજ ડબલ ડીઝીટની વાહન પ્લેટો સિવાય વીઆઈપી નંબર ધરાવતા ફોન નંબર હતા. દુબઈની સ્પોર્ટ્‌સ કાઉન્સિલના અધ્યક્ષ મોહમ્મદ બિન રશીદ અલ મકટુમ ગ્લોબલ ઇનિશિયેટિવ્સ દ્વારા દુબઈમાં રોડ્‌સ અને ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની ભાગીદારીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં નંબરમાં ૯ નાવડા ધરાવતો મોબાઇલ ફોન નંબરને ૬ કરોડ સુધીની રકમની બોલી લગાવીને ખરીદવામાં આવ્યો. કાર્યક્રમમાં હરાજી કરવામાં આવેલા મોબાઇલ ફોન નંબર અને નંબર પ્લેટની થાપણનો ઉપયોગ પવિત્ર રમઝાન મહિના દરમિયાન ૩૦ દેશોના વ્યક્તિઓ અને પરિવારો માટે ફૂડ પાર્સલ પૂરા પાડવા માટે કરવામાં આવશે. તેમણે અત્યાર સુધીમાં ફક્ત ૧૦ દિવસમાં ૧૮૫,૦૦૦ દાતાઓ પાસેથી ડી૧૦૦ મિલિયન એકત્રિત કર્યા છે. જાહેર છે કે નંબરના શોખીન લોકો કરોડો રૂપિયા ખર્ચીને અવનવા નંબર લેતા હોય છે. આવું જ એક ઉદાહારણ અહિયાં જોવા મળ્યું હતું. જેમાં ૭૬ કરોડ ખર્ચીને એક કાર માટે નંબર અને એક ફોન નંબર પાછળ ૬ કરોડની રકમ ખર્ચ કરવામાં આવી હતી.