દિલ્હી-

આયકર વિભાગે કાળા નાણા ઉપર અંકુશ સાથે કરચોરોને ઝડપી પાડવા બેન્કોને વિશેષ સત્તા આપી છે. શેડયુલ કોમર્શિયલ બેન્ક તેના કોઈપણ ગ્રાહકનું આઈટી રિટર્ન તપાસી શકે તેવી સુવિધાઓ બેન્કને આપવામાં આવી છે. બેન્ક ગ્રાહકોનો PAN દાખલ કરી રિટર્ન અંગેની જાણકારી મેળવી શકશે. આયકર વિભાગનું માનવું છે કે વારંવાર મોટી રકમની રોકડ ઉપાડનાર વ્યક્તિ કરચોરીના શંકાના દાયરામાં આવે છે.

રકમ ઉપાડનારે રિટર્ન ભર્યું છે કે નહીં તે જાણવા સાથે તેમના આર્થિક વ્યવહારો ઉપર નજર રાખી કાળા નાણાં ઉપર અંકુશ મેળવવા બેન્કોને આઈટી રિટર્નની સત્તા અપાઈ છે. આવકવેરા કાયદાની કલમ 194N, 1961 હેઠળ નાણાકીય વર્ષમાં કુલ ઉપાડની રકમ મોટી હોય તો કોઈપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી રોકડ ઉપાડ પરનો કર કાપવા બેન્કો અને પોસ્ટ ઓફિસને સૂચના અપાઈ છે. જો પાછલા ત્રણ વર્ષથી ગ્રાહકે પોતાનું આવકવેરા રિટર્ન ફાઈલ ન કર્યું હોય તો નોન-ફાઈલર્સ માટે ટીડીએસ રોકડ ઉપાડ પર 5% સુધી કાપવા સૂચના જારી કરાઈ છે.