અમદાવાદ-

મેઘરજનગરના 42 વર્ષીય વર્ગીસ ભગોરા વ્યવસાયે શિક્ષક છે, પરંતુ કલમની સાથે તીરંદાજીમાં પણ કુશળ છે. તાજેતરમાં રાજકોટમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કબ્બડી, ખો-ખો, ફુટબોલ, જુડો, બોક્સિંગ, હોકી અને તીરંદાજી સહિતની રમાતોની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં તીરંદાજીની રમતમાં અલગ અલગ રાજ્યોના અંદાજે 40 કરતા પણ વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. તીરંદાજીના તમામ સ્પર્ધકોમાંથી વર્ગીસ ભગોરાએ અદ્ભુત દેખાવ કર્યો હતો. તેમને ગોલ્ડ મેડલ મેળવી નેશનલ ચેમ્પિયન બન્યા હતા. તેમને ખેલ મહાકુંભમાં પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. અરવલ્લીના મેઘરજનગર અને ગોપાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક તીરંદાજીમાં નેશનલ ચેમ્પિયન બન્યા છે. ગત 21થી 23 જાન્યુઆરી દમિયાન યોજાયેલી ચોથી નેશનલ ગેમ્સ 2020-21માં તીરંદાજી સ્પર્ધામાં નેશનલ ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ મેળવતા અરવલ્લી તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યુ હતું.