અમદાવાદ-

રાજધાની ગાંધીનગરનુ નવુ રેલ્વે સ્ટેશન ઇન્ડીયન રેલ્વે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આગામી થોડા દિવસોમાં કામ પૂરું થવાની શક્યતાઓ રહેલી છે, કહેવામાં આવે છે કે નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં કેન્દ્રીય રેલ્વે મંત્રી દ્વારા આ નવા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે, આ નવા રેલ્વે સ્ટેશનને ફાઈવસ્ટાર હોટલના નીચેના ભાગે આ નવું રેલ્વે સ્ટેશન બનાવવામાં આવ્યું છે, નવા રેલ્વે સ્ટેશનને અત્યાધુનીક રીતે બનાવવામાં આવ્યું છે, રેલ્વે સ્ટેશન ઉપરથી જ ફાઈવસ્ટાર હોટલમાં જવાની એન્ટ્રી બનાવેલી છે, ટીકીટ બારીની બાજુમાંથી જ લીફ્ટ અને એસ્કેલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્ટેશનમાં આવતા જતા પેસેન્જરોને ડોર ફ્રેમ મેટલ ડિટેકટરમાંથી પસાર થવું પડશે, ગાંધીનગરના નવા સ્ટેશનના બિલ્ડીંગની બાજુમાં જુના સ્ટેશન ઉપર બુક સ્ટોલ્સ અને ખાણીપીણીની દુકાનો અને જીવન જરૂરી ચીજોની દુકાનો પણ રેલ્વે સ્ટેશન ઉપર બનાવવામાં આવશે, જેથી નવા સ્ટેશન ઉપર ગંદકી નાં થાય, નવા સ્ટેશન ઉપર પ્રાર્થના રૂમ પણ બનાવવામાં આવ્યો છે જેથી પેસેન્જર પ્રતીક્ષાના સમયમાં પોતાના ઇષ્ટદેવ માટે પ્રાર્થના કરી શકે, પ્રાર્થના રૂમ સાથે નાના બાળકોને મહિલા પેસેન્જર ફીડીંગ કરાવી શકે તેના માટે ફીડીંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, નવા સ્ટેશન ઉપર અગર જો કોઈ પેસેન્જરને નાની મોટી ઈજા પહોચે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પ્રાથમિક ઉપચાર કેન્દ્રની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. કહેવામાં આવે છે કે આ નવું સ્ટેશન એકદમ હાઈટેક બનાવવામાં આવ્યું છે.