સુરત-

ગુજરાતની એક કંપનીએ બેંકોના અબજાે રૂપિયા ડૂબાડ્યા હોવાની માહિતી સામે આવી છે. ખુદ આરબીઆઈએ આ ચોંકાવનારી માહિતી આપી છે. મળતી માહિતી પ્રમાણે આરટીઆઈ દ્વારા આ બેંકોની અબજાે રૂપિયાની બેડલોનની માહિતી સામે આવી છે. દેશની ૧૦૦ કંપનીની ૬૨,૦૦૦ કરોડની લોન માંડવાળ કરી છે. ગુજરાતની જે કંપનીએ બેંકોના અબજાે રૂપિયા ડૂબાડ્યા છે તેનું નામ વિનસમ ડાયમંડ કંપની છે. સુરતની વિનસમ ડાયમંડ કંપનીએ બેન્કોને રાતા પાણીએ રોવડાવી છે અને બેંકોના અબજાે રૂપિયા ડૂબાડ્યા છે. વિનસમ બેંકે રૂપિયા ૩૦૯૮ કરોડની લોન ડૂબાડી છે. વિનસમ ડાયમંડના માલિક જતીન મહેતા છે.

જતીન મહેતાએ લોન મામલે સ્થાનિક લોકોને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો જયકુમાર બેગાની વિરુદ્ધ અનેક કેસ પણ કર્યા હતા. જાે કે વિવિધ એજન્સીઓ જયકુમારને ક્લિનચીટ આપી ચુકી છે. જતીન મહેતા વિરુદ્ધ રેડકૉર્નર નોટિસ પણ ઇશ્યુ થઈ ચુકી છે. મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સની ૬૨૨ કરોડની લોન માંડવાળ થઈ છે. ઉલ્લેખનીય છે કે પીએનબી કૌભાંડ કેસ સપાટી પર આવ્યો તે પહેલા જ મેહુલ ચોક્સી ભારત છોડીને ભાગી ગયો હતો અને તે અત્યારે એન્ટિગુઆ અને બારબુડામાં હોવાનું કહેવામાં આી રહ્યું છે. પીએનબી કૌભાંડ કેસનો અન્ય એક આરોપી નિરવ મોદી લંડનની જેલમાં બંધ છે.