દિલ્હી-

ભારતની ભાવનાની ઉજવણી કરવા માટે, વર્ચુઅલ પ્લેટફોર્મ દ્વારા વાર્ષિક કાર્યક્રમ ભારત પર્વનુ આયોજન કરવામાં આવશે. 26 થી 31 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ મહોત્સવનુ ઉદઘાટન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કરશે. આ ઉત્સવમાં, ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંડપ તેમના પર્યટન સ્થળો, રાંધણકળા, હસ્તકલા અને અન્ય વિશેષતાઓ દર્શાવશે. આ પ્રસંગે કેન્દ્રીય પર્યટન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ પણ ઉપસ્થિત રહેશે.

આપણે જણાવીએ કે, દર વર્ષે 26 થી 31 જાન્યુઆરી દરમિયાન, પર્યટન મંત્રાલય, પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે લાલ કિલ્લાની સામે આયોજિત કરે છે. આ મેગા ઇવેન્ટ દ્વારા લોકોમાં દેશભક્તિની ભાવના પ્રગટાવવા અને દેશની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વિવિધતાને પ્રતિબિંબિત કરવા માટે થાય છે. પ્રજાસત્તાક દિનની પરેડની ઝલક અને સશસ્ત્ર દળોના મ્યુઝિક બેન્ડ દ્વારા, રેકોર્ડ કરાયેલ પ્રદર્શન પણ આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. 

વિવિધ કેંદ્રીય હોટલ મેનેજમેન્ટ, ભારતીય રાંધણ સંસ્થાઓ પણ પોતાના વિડિઓ, રાંધણ વાનગીઓનુ પ્રદર્શન કરશે. આ અનોખા વર્ચ્યુઅલ ભારત ઉત્સવમાં, વિવિધ સંસ્થાઓ તરફથી ઘણા વિડિઓ,ફિલ્મો,ચિત્રો, બ્રોશરો અને અન્ય માહિતી પ્રદર્શિત કરશે. વિશ્વભરના લોકો આ ભારત ઉત્સવની મજા માણી શકે છે. તેને www.bharatparv2021.com પર લોગ ઇન કરીને તેને મોબાઈલ ફોન, લેપટોપ, કમ્પ્યુટર અને અન્ય ઉપકરણો પર તેમની સુવિધા મુજબ આ તહેવારનો અનુભવ કરી શકે છે.