અમદાવાદ-

દેશભરમાં હાલ કોરોનાનું સંક્રમણ ખુબ વધી જવા પામ્યું છે, તેવામાં બ્રિટનથી કોરોના વાયરસનો નવો પ્રકાર બ્રિટન અને વિદેશોમાં ફેલાઈ રહ્યો છે, તેવામાં દેશમાં અને દરેક રાજ્યો દ્વારા કોવીડ-19 ઉપર કાબુ મેળવવા માટે અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સ ને કોઈ ફોલો નથી કરતુ અને કોરોનાનું સંક્રમણ વધારવામાં લોકો જ મહત્વનો ફાળો આપી રહ્યા છે તેવામાં રાજ્યમાં આવેલા વિજયનગર પાસેના પોલો ફોરેસ્ટ માં લોકો રજાના દિવસોમાં ફરવા આવતા હોય છે અને તેઓ ત્યાં સોશિયલ ડીસ્ટેન્સ નું પાલન કરતા નથી માટે પર્યટન વિભાગ દ્વારા પોલો ફોરેસ્ટ માં આગળ આવતા શનિવાર અને રવિવારના રોજ પર્યટકો ઉમટી પડતા હોવાથી અને તા, 30 અને 31 ડિસેમ્બરનાં રોજ પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે તેના માટે કહેવામાં આવ્યું છે કે પાછળના વર્ષોને ધ્યાનમાં રાખીને જીલ્લા કલેકટર દ્વારા ફરી એકવાર અભાપુર ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમ થી વિજયનગર તરફ જતાં પ્રથમ ત્રણ રસ્તા સુધીના વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ પરપ્રતિબંધ લાદતો હુકમ જાહેર કરી દેવામાં આવ્યો છે.