સુરત-

સુરતની કાપડ માર્કેટમાં દુકાન ધરાવી વેપાર કરતા કાપડ વેપારીને વેપારમાં ચાલતા વિવાદ સાતે વેપારમાં થયેલા નુકસાનના કારણે માનસિક તણાવમાં રહેતા હતા. દરમિયાન તેમણે આવેશમાં આવી જઈને ગતરોજ સરથાણા તાપી નદી કિનારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ વેપારીના મૃતદેહ પાસેથી એક ડાયરી માંથી સુસાઇડ નોટ પણ મળી આવતા પોલીસે આ મામલે શરુ કરી છે. મૂળ જૂનાગઢના વિસાવદર નો વતની અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સંસ્કાર વીલા સોસાયટીમાં રહેતા રાજુભાઈ માગં ભાઈ પઢોળીયા સુરત રિગરોડ પર આવેલ મિલેનિયમ માર્કેટમાં ભાગીદારીમાં ગુંજન ફેશન નામે કાપડની દુકાન ધરાવતા હતા. જાેકે ગતરોજ આ રાજુ ભાઈ સરથાણા શ્યામ ધામ મંદિર પાસે આવેલ તાપી નદી કિનારે ઝેરી દવા પીને બેભાન હાલતમાં એક રાહદારીને મળ્યા હતા.

રાહદારીએ તાત્કાલિક આ મામલે પોલીસને જાણકારી આપી હતી. પોલીસે તાત્કાલિક આ જગ્યા પર પહોંચીને તપાસ કરતા રાજુભાઈ મૃત હાલતમાં હતા. રાજુભાઈ પાસે એક ડાયરીમાં એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ભાગીદારીના વેપારમાં રૂપિયાનો વિવાદ ચાલતો હતો. જેનું પ્રેશર તેઓ સહન કરી શકતા ન હોવા સાથે વેપારમાં જે નુકશાની ગઈ હતી. જેને લઈને છેલ્લા કેટલાક સમયથી તે સતત માનસિક તણાવ અનુભવતા હતા. તેને લઈને આવેશમાં આવીને તેવો આ પગલું ભર્યાનું સુસાઇડ નોટમાં લખ્યું હતું.

પોલીસે આ સુસાઇડ નોટ કબજે કરી આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. જાેકેરાજુભાઈ ના પરિવારે વેપારમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ છે. અને તેમના ભાગીદાર આ મામલે તેમના પર દબાણ કરતા હોવાનાં આક્ષેપ પણ કર્યા છે. જાેકે, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આ મામલે આગામી સમયમાં આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો પણ દાખલ કરી શકે છે.