ભુજ-

કોરોના મહામારી આપણી સાથે જ રહેવાની છે ત્યારે કોરોના સાથે જીવન જીવતા શીખવું પડે એમ છે ક્ચ્છએ ગામડાઓથી વરેલો પ્રદેશ છે ક્ચ્છ જિલ્લામાં અનલોક થયા બાદ કોરોના કેસની સંખ્યામાં મોટાભાગના કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે ત્યારે સુખપર ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો દ્વારા સ્વેચ્છાએ ૧૦ દિવસનું લોકડાઉનનો ર્નિણય કરાયો છે. કચ્છમાં તહેવાર બાદ કોરોના સંક્રમણ વધ્યું છે. ભુજ નજીક પટેલ ચોવીસીના ગામો પૈકી એક એવું સુખપર ગામના લોકોએ એક મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે.

સુખપર ગ્રામ પંચાયત દ્વારા કમર કસી અને ગામમાં વધુ મહામારી ના ફેલાય તે માટે સક્રિય પ્રયાસો શરૂ કરાયા છે. સુખપર ગામની મધ્યયેથી હાઇવે નીકળતા અહીથી પસાર થતાં લોકો બહારથી સુખપરમાં આવતા હોય છે એમાં પણ ખાસ કરીને ખરીદીના કામકાજ પણ વધારે હોય છે. સુખપર ગામની વસ્તી ૨૫ હજાર જેટલી છે.સ્થાનિક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ રોજિંદા કામ માટે અહીં આવતા હોવાથી લોકોનો જમાવડો થતો હોય છે.

સાથે સંક્રમણ વધવાની પુરી શકયતા હોવાથી ગ્રામજનો,વેપારી મંડળો,મંદિર ના સાધુ સંતો સૌ સાથે મળીને ૧૦ દિવસનો લોકડાઉન કરવાનો ર્નિણય કરી સાંજે ૬ થી સવારે ૬ વાગ્યા સુધી લોકડાઉનનો કડક નિયમપાલન કરી કોરોના સંક્રમણ અટકાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.