કાબુલ-

અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જાે થઈ ગયો છે, પરંતુ આને લઈને હવે ભારતમાં પણ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. પહેલા સપા સાંસદ ડૉ. શફીકુર્રહમાન બર્કે તાલિબાનનુ સમર્થન કરતા નિવેદન આપ્યુ હતુ, જેની પર વિવાદ ઉભો થઈ ગયો અને કેસ પણ નોંધવામાં આવ્યો અને હવે ભાજપ ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરે એવુ નિવેદન આપ્યુ છે. જેની પર વિવાદ હોવો નક્કી છે.

બિહારથી ભાજપ ધારાસભ્ય હરિભૂષણ ઠાકુર બચૌલે કહ્યુ કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિથી ભારત પર કોઈ અસર પડશે નહીં પરંતુ જે લોકોને ભારતમાં ડર લાગી રહ્યો છે, તે અફઘાનિસ્તાન ચાલ્યા જાઓ. ત્યાં પેટ્રોલ-ડીઝલ પણ સસ્તુ છે. જેડીયુ નેતા ગુલામ રસૂલ બસિયાવીના તમામ ધર્મોના લોકોને ભારત લાવવાના નિવેદન પર જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે તેમણે કહ્યુ કે ધર્મના નામે દેશ વહેંચાઈ ગયો, આ લોકો ફરી વહેંચશે. જાે ભારતના લોકો ન સુધર્યા તો ભારત પણ અફઘાનિસ્તાન અને તાલિબાન બની જશે. લોકો સમજી રહ્યા નથી અને માત્ર વોટના ચશ્માથી જાેઈ રહ્યા છે. તેમણે અપીલ કરતા કહ્યુ કે ભારતીયોએ અફઘાનિસ્તાનને જાેઈને અને તેની પાસેથી શીખવુ જાેઈએ.

ડૉ. શફીકુર્રહમાન બર્ક પર કેસ નોંધાયો

યુપીના સપા સાંસદ ડૉ. શફીકુર્રહમાન બર્કે મંગળવારે તાલિબાનનુ સમર્થન કરતા કહ્યુ હતુ કે તેમણે પોતાના દેશને આઝાદ કરાવ્યો છે. તેમણે કહ્યુ હતુ, હિન્દુસ્તાનમાં જ્યારે અંગ્રેજાેનુ શાસન હતુ અને તેમને હટાવવા માટે અમે સંઘર્ષ કર્યો, ઠીક તે જ પ્રકારે તાલિબાને પણ પોતાના દેશને આઝાદ કર્યો. તાલિબાને રશિયા, અમેરિકા જેવા તાકાતવર મુલ્કોએ પોતાના દેશમાં રોકાવા દીધુ નહીં. જે બાદ બુધવારે તેમના વિરૂદ્ધ ૈંઁઝ્ર ની કલમ ૧૫૩ છ, ૧૨૪ છ અને ૨૯૫ છ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.