વડોદરા

વડોદરા અકોટા ગામની સરકારી સ્કૂલની પાછળના ભાગે અકોટા નવી વસાહતના મકાનમાં ગત તા.૮મી ઓક્ટોબરના રોજ ગેરકાયદે કતલખાનામાં ગૌમાંસ વેચાણ કરવામાં આવતું હોવાથી ગોત્રી પોલીસે દરોડો પાડી ૧૦૮ કિલો જેટલું ગૌમાંસ ઝડપી પાડયું હતું. આ મામલે ગોત્રી પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે શહેરના અકોટા ગામની પાછળ નવાવાસમાં ભાડાના મકાનમાં ગેરકાયદે કતલખાનું ચાલતું હતું જે અંગેની માહિતી પોલીસ કંટ્રોલને મળી હતી જેથી પોલીસ કંટ્રોલે ગોત્રી પોલીસ મથકને આ બનાવનો સંદેશો આપવામાં આવ્યો હતો. જેના આધારે ગોત્રી પોલીસે છાપો મારી કતલખાના ખાતેથી આસિફ નામનો ખાટકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગૌમાંસનો જથ્થો જપ્ત કરી આસિફ વિરુદ્ધ ગુનો નોંધી ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સ્મશાન પાસે રહેતો રમેશ ગોરધન પાટણવાડિયા, રસુલજીની ચાલ નવાયાર્ડમાં રહેતો મુખ્ય સૂત્રધાર આસિફ હનીફ કુરેશીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીના કોરોનાના ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસસૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.