અમરેલી,તા.૨૩ 

દામનગરમાં. ૩ સાધુઓ સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે. ફરિયાદી મહિલાને મદદ કરવાના ઇરાદે સાધુ પાસે વચેટીયા ગેંગે ૪૫ લાખની રકમ માંગી હતી. ફરિયાદી મહિલાની જાણ બહાર ફરિયાદી મહિલાનો વીડિયો બનાવી ૫ શખ્સોએ ૪૫ લાખ માંગ્યા હતા.ત્રણ પુરુષો અને બે મહિલા સહિત ૫ શખ્સોએ સાધુ પાસે તોડ કરવાનો ઈરાદો હતો. દામનગર પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે બે મહિલાની પોલીસે શોધખોળ શરૂ કરી છે. દામનગરમાં બોટાદની મહિલાએ ત્રણ સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બોટાદના ગઢડાના બે સાધુ જગદીશ ભગત અને ભાવેશ ભગત સાથે લાઠીના નારણનગરના રઘુરામ ભગત સામે ફરિયાદ નોંધાવી હતી. સાધુની ધરપકડ બાદ સાધુ પાસે તોડ કરવા માંગતા અન્ય ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના બે સાધુ અને દામનગર પાસે આવેલા મંદિરના એક સાધુ એમ ત્રણ સાધુએ મળીને દોઢ વર્ષ દરમિયાન બોટાદની મહિલા સાથે કુલ સાત વાર પરાણે સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. હવસખોરોના અત્યાચારથી થાકેલી મહિલાએ અંતે દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.