મહેસાણા,તા.૩૦ 

સતલાસણા જંગલ વિસ્તારમાં રીક્ષા પાસે ૩ લોકો મૃત પડ્યા હોવાની માહિતી મળતા પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમાંથી મહિલા જીવિત હાલતમાં જણાતા ૧૦૮માં સારવાર માટે ખસેડાઇ હતી. બાળક અને પુરુષની તપાસ કરતા બન્ને મૃત મળી આવ્યા હતા.આ અંગે સતલાસણા પોલીસ દ્વારા તપાસ કરતા મૃતક પુરુષ ધવલ રાવળ અને મહિલા જાગૃતિ રાવળ સાથે તેનો ૩ વર્ષનો દીકરો ધ્રુવ હોવાની માહિતી સામે આવી હતી. પોલાીસે ત્રણેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્રારા ઘટના સ્થળે તપાસ કરતા ઝેરી પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું.આ બનાવમાં પરણીત મૃતક મહિલા અને તેની સાથે મોતને ભેટનાર પરપુરુષ બન્ને વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની આશંકાઓ સેવાઓ રહી છે.