પાદરા : પાદરામાં આજે મગરોને રેસ્કયૂ કરીને વન વિભાગ દ્વારા સુરક્ષિત જગ્યા પર છોડાયા હતા. તળાવના કિનારે રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વરસાદને કારણે મગરો બહાર આવવાનો સિલસિલો ચાલુ રહેતાં ભયનો માહોલ ફેલાયો છે. પાદરામાં એક તેમજ સાયલા ગામે એક જ દિવસમાં બે મગરો વરસાદી પાણીમાં આવતાં એકાએક રહેણાંક વિસ્તારમાં આવી જતાં રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. 

 પાદરામાં વરસાદની ઋતુમાં વરસાદે જમાવટ કરી છે જ્યારે પાદરા તેમજ ઢાઢર નદી, વિશ્વામિત્રી સહિતની નદીઓ તેમજ તળાવોમાં મગરો દેખા દેતા હોય છે. પાદરા વિસ્તારમાંથી ત્રણ જેટલા મગરોને રેસ્કયૂ કરાયા હતા અને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યા હતા.પાદરામાંથી પસાર થતી ઢાઢર નદીમાં અને વિશ્વામિત્રી નદીમાં પૂરનાં પાણી આવતાં આજવા સરોવરમાંથી મગરો પાદરા વિસ્તારમાં આવ્યા હોવાનું જાણવા મળે છે.