વડોદરા, તા.૨૩

વર્ષ ૧૯૭૨ થી સતત યોજાતો એકમાત્ર એવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો ૫૦મો બાળમેળો તા. ૨૭ થી તા. ૨૯ સુધી કમાટીબાગ ખાતે યોજાશે. આ બાળમેળાને સયાજી કાર્નિવલ નામ આપવામાં આવ્યુ છે. તારીખ ૨૭ ના રોજ સવારે ૯ઃ૦૦ વાગે બાળમેળાનું ઉદ્‌ઘાટન થશે અને આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.આ વખતનનો બાળમેળો જી-૨૦ થીમ આઘારિત હશે .

બાળમેળા અંગે માહિતી આપતા સમિતીના અઘ્યક્ષ હીતેશ પટણી અને ઉપાઘ્યક્ષ ડો. હેમાંગ જાેશીએ જણાવ્યુ હતુ કે, શિક્ષણ સમિતિની ૧૨૦ શાળાઓ છે. જેમાં આશરે ૩૮,૦૦૦ બાળકો છે. બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળાનું વિશેષ આકર્ષણ રહ્યું છે, અને દર વર્ષે જાન્યુઆરીમા તેનું આયોજન થાય છે. આ વર્ષે ૫૦મો બાળમેળો યોજાશે. જેમાં દર વર્ષની માફક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને મનોરંજન સહિતના વિવિધ વિભાગો મુજબ ૧૦૦ થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવશે. બાળકોમાં એડવેન્ચરની પ્રવૃત્તિનું પણ આકર્ષણ રહેશે. અને તે માટે વિવિઘ વિભાગ ઉભો કરવામાં આવશે. આ સિવાય વિસરાયેલી રમતો એટલે લખોટી,ભમેરડો, સોતડીયુ વગેરે પણ આકર્ષણ રહેશે.

આ વર્ષે ભારતને જી ૨૦ નું યજમાન પદ મળ્યું છે અને બાળમેળામાં તેનું વિશેષ આકર્ષણ ઊભું કરાશે. જી ૨૦ના વસુધૈવ કુટુંબકમ થીમ પર બાળમેળાનું આયોજન થશે અને વિવિધ વિભાગોમાં પણ આ વખતે વધારો કરવામાં આવશે.સાથે બાળકો દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટ,બાહ્ય પ્રોજેક્ટમાં ટ્રાફીક અવેરનેસ,શ ીટીમ, પોલીસના શસ્ત્રોનુ પ્રદર્શન વગેરે પણ જાેઈ શકાશે.ઉપરાંત આનંદ બજારમાં વાજબી દરે વિવિઘ વાનગીઓ પણ માણી શકાશે. આ વર્ષ મીલેટ વર્ષ છે. ત્યારે સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટ દ્વારા મીલેટ વાનગી સ્પર્ઘાનુ આયોજન પણ કરવામાં આવ્યુ છે.