ભારતમાં આ મહિને જ આવી શકે છે ત્રણ ડોઝવાળી નિડલ ફ્રી દેશી વેક્સિન, જાણો કેવી રીતે અપાશે વેકિસન

દિલ્હી-

ભારતમાં વધુ એક વેક્સિનનો વિકલ્પ મળી શકે છે. આ મહિના અંત સુધીમાં કે આગામી મહિનાની શરુઆતમાં ડીએનએ ટેક્નોલોજી પર બનેલી આ વેક્સિન લોન્ચ કરવામાં આવી શકે છે. અત્યાર સુધીમાં દેશમાં ઉપયોગમાં લેવાયેલા ત્રણે વેક્સિન કરતા આ એકદમ અલગ છે. સૌથી પહેલા આ ડીએનએ ટેક્નોલોજી પર બની છે, પણ ૩ ડોઝની છે, તેને રૂમ ટેમ્પ્રેચર પર રાખી શકાય છે અને તે નિડલ ફ્રી છે. તેમાં ઈન્જેક્શનની જગ્યાએ જેટ ઈજેક્ટનો ઉપયોગ થાય છે. તેને દવા કંપની ઝાયડસ કેડિલાએ બનાવી છે અને તે દુનિયાની પહેલી ડીએનએ પ્લાઝિ્‌મડ વેક્સિન છે. ભારતમાં તેના ઈમર્જન્સી ઉપયોગ માટે ડીજીસીઆઈની મંજૂરી માગવામાં આવી છે.

નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઈમ્યુનાઈઝેશનના ચેરપર્સન ડૉક્ટર એન કે અરોરાએ જણાવ્યું કે આ પહેલી ડીએનએ વેક્સિન છે. જે આ મહિનાના અંતિમ સપ્તાહ કે ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધીમાં લોન્ચ થઈ શકે છે. ડૉક્ટર અરોરાએ કહ્યું કે ડીએનએ ટેક્નોલોજી પર પહેલી વખત વેક્સિન બનાવવામાં આવી રહી છે. જેમાં વાયરસની જીનેટિક કોડના નાના ભાગને લઈને શરીરને કોરોનાની સામે લડતા શીખવે છે. ડૉક્ટર અરોરાએ કહ્યું કે આપણા શરીરમાં કોડ આએનએ અને ડીએનએ હોય છે અને તેમાં વેક્સિન અપાય છે અને તે શરીરની અંદર જઈને વાયરસની સામે એન્ટીબોડી બને છે. ભારતમાં હાલમાં લગાવવામાં આવી રહેલી ત્રણ વેક્સિન ડબલ ડોઝવાળી છે. પરંતુ ઝાયકોવ-ડી વેક્સિન આ બધા કરતા અલગ છે. આ ત્રણ ડોઝની છે. પહેલો ઝીરો દિવસે, બીજાે ૨૮ દિવસે અને ત્રીજાે ૫૬મા દિવસે આપવામાં આવશે. આ એક નિડલ ફ્રી વેક્સિન છે.

આ વેક્સિન જેટ ઈન્જેક્શનથી આપવામાં આવશે. જેટ ઈન્જેક્શનનો ઉપયોગ યુએસમાં સૌથી વધારે થાય છે. જેમાં વેક્સિનને હાઈ પ્રેશન સાથે સ્કિનમાં ઈન્જેક્ટ કરાય છે. સામાન્ય રીતે જે નિડલ ઈન્જેક્શન યુઝમાં લેવાય છે, તેનાથી ફ્લુઈડ કે દવા મસલ્સમાં જાય છે. જેટ ઈન્જેક્શનમાં પ્રેશર માટે કોમ્પ્રેસ્ડ ગેસ કે સ્પ્રિંગનો ઉપયોગ કરાયા છે. તેનાથી ફાયદો થાય છે, કે વેક્સિન લેનારાઓની પીડા ઓછી થાય છે. કારણ કે આ સામાન્ય ઈન્જેક્શનની જેમ મસલ્સની અંદર નથી જતું. આ વેક્સિનની ટ્રાયલ ૧૨થી ૧૮ વર્ષના બાળકો પર થઈ છે.

આ વેક્સિન વાયરસ સામે શરીરમાં ઈમ્યુનિટી વધારે છે, જેમાં જિનેટિક મટિરિયલનો ઉપયોગ થાય છે. જેમ અમેરિકામાં ફાઈઝર અને મોર્ડના વેક્સિન ઈમ્યુનિટી વધારવા માટે દ્બઇદ્ગછ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. તે જ રીતે ભારતમાં આ વેક્સીન જિનેટિક મટિરિયલમાં પ્લાઝિ્‌મડ-ડીએનએનો ઉપયોગ કરે છે. દ્બઇદ્ગછ ટેક્નોલોજીને મેસેન્જર ઇદ્ગછ પણ કહેવામાં આવે છે, જે શરીરમાં જઈને કોરોના વાયરસની સામે એન્ટીબોડી બનાવવાનો મેસેજ આપે છે, પ્લાઝિ્‌મડ વ્યક્તિની કોશિકાઓમાં રહેલા રહેલા નાના ડીએનએ મોલિક્યુલ હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution