વડોદરામાં સતત ત્રણ દિવસ થયેલ ભારે વરસાદ બાદ શનિવારે સાંજથી વરસાદનું જાેર ઘટયું હતું. પરંતુ વિતેલા ૩૬ કલાકમાં વડોદરા શહેરમાં ૭૧ એમ.એમ. એટલે કે ૩ ઈંચ વરસાદ થયો હતો. જ્યારે પાદરા તાલુકામાં ૪૮ મિ.મી. વરસાદ થયો હતો. બુધવારથી શનિવારે સાંજ સુધી એકધારો વરસાદ વરસતાં શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જાે કે, શનિવારે સાંજથી વરસાદનું જાેર ઘટતાં લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ શનિવારે સવારે ૬ વાગ્યાથી આજે સાંજે ૬ વાગ્યા સુધી છૂટોછવાયો હળવાથી ભારે વરસાદ જારી રહ્યો હતો. જિલ્લા પૂર નિયંત્રણકક્ષના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિતેલા ૩૬ કલાકમાં પાદરા તાલુકામાં સર્વાધિક ૯૭ મિ.મી એટલે કે ૪ ઈંચ વરસાદ થયો હતો, જ્યારે વડોદરા શહેરમાં ૭૧ મિ.મી. એટલે કે ૩ ઈંચ વરસાદ થયો હતો. જ્યારે કરજણ તાલુકામાં ૬૯ મિ.મી., ડભોઈ તાલુકામાં ૪૫ મિ.મી, શિનોરમાં ૩૦ મિ.મી., વાઘોડિયા તાલુકામાં ૩૫ મિ.મી., ડેસર તાલુકામાં ૧૮ મિ.મી. અને સાવલી તાલુકામાં ૬ મિ.મી. વરસાદ થયો હતો. આમ વડોદરા શહેરના સરેરાશ વરસાદની સામે ૭૬ ટકા વરસાદ થઈ ગયો છે, જ્યારે શહેર-જિલ્લાના સરેરાશ વરસાદની સામે ૬૩ ટકા વરસાદ થયો છે.