સુરત, તા.૧૧ 

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભાદરવે આષાઢી માહોલ ની જેમ વરસાદની એન્ટ્રી થતાં લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે થોડા સમય પહેલા સાવર્ત્રિક ધોધમાર વરસાદ બાદ ચારથી પાંચ દિવસ મેઘરાજા વિરામ લેતા ખેડૂતો ખેતી કાર્યમાં લાગી ગયા હતા આ દરમિયાન ફરીથી વરસાદી વાતાવરણ છવાયું છે. વલસાડના કપરાડામાં ત્રણ ઇંચ. સહિત ૧૪ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો જ્યારે શહેરમાં છુટાછવાયા ઝાપટા વરસ્યા હતા.આ ઉપરાંત વાપીમાં પોણો ઇંચ. પાલડીમાં અડધો ઇંચ. વલસાડ. ઉમરગામ અને ધરમપુરમાં છુટા છવાયા ઝાપટા વરસ્યા હતા. તાપીના ઉચ્છલ તાલુકામાં બપોરે બે થી ચાર વાગ્યાના સમયગાળામાં બે ઇંચ જેટલો. જ્યારે સુબીર તાલુકા માં એક ઇંચ. ગણદેવી તાલુકામાં એક ઈંચથી વધુ. સાપુતારામાં હળવા ઝાપટા. પડ્યા હતા.