વલસાડ, ચીખલી
ચીખલી તાલુકાના કલીયારી ગામના કોલાવાડ ખાતે રહેતા સુનિલભાઈ રમેશભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર સુનિલ પટેલનો ભાઈ જીગ્નેશ પટેલ અને કાકાનો છોકરો સાવન પટેલ જે ફોટો પડાવવાનો શોખ ધરાવતા હોય.જે સોમવારની બપોરના સમયે ફોટો પડાવવા વલસાડના તિથલ ખાતે યામાહા આર-૧૫ મો.સા નંઃજીજે-૨૧-બીએ-૮૧૫૨ પર ગયા હતા.બાદ ફોટો સેશન કરી પરત ફરતી વેળા આછવણી ડેબરપાડા ફાટક પાસે ખેરગામથી પાણીખડક જતા રોડ ઉપર સામેથી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવેલ હોન્ડા સાઈન મો.સા નંઃજીજે-૨૧-બીએચ-૭૯૩૩ નો ચાલક સુભાષ ખંડુભાઈ પટેલ (રહે.અંબાચ મંદિર ફળીયા તા.ચીખલી) ની બાઈક સાથે સામસામે અકસ્માત થતા ચીખલી તાલુકાના કલીયારી ગામના જીગ્નેશ પટેલનું સ્થળ ઉપર કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે જીગ્નેશ પટેલની પાછળ બેસેલ સાવન જયંતીભાઈ પટેલને ખેરગામ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો.જ્યારે હોન્ડા સાઈન મોટર સાયકલનો ચાલક સુભાષ પટેલને પણ શરીરે વધુ ઇજા થતાં જેનું પણ સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે સુભાષ પટેલની બાઈક ઉપર બેસેલ અન્ય બે જેટલાને શરીરે ઓછી વધતી ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું.બનાવ અંગેની વધુ તપાસ ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ-જી.એસ.પટેલ કરી રહ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments