વડોદરા : રાજ્યમાં ઓગ્રેનાઈઝ ક્રાઈમને અંજામ આપનાર તત્વો સામે સરકાર દ્વારા ગુજસીટોકનો કાયદો લાદવામાં આવ્યો હતો જેમાં વડોદરા ખાતે બિચ્છુગેંગના ર૬ ગુનેગારોમાં ગુજસીટોક સામે ગુનો નોંધાયો હતો. અત્યાર સુધી પોલીસે આ મામલે બિચ્છુગેંગના મુખિયા અસલમ બોડિયા સહિત ર૦ જણાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ૧૫ ગુનેગારોના રિમાન્ડ પૂરા થતાં સ્પે. પબ્લિક પ્રોસિકયુટરની અરજીને માન્ય રાખી કોર્ટે તમામને રાજ્યની જુદી જુદી જેલમાં ધકેલવા આદેશ કર્યો છે. આમ ર૬ પૈકી ર૦ જણા બિચ્છુગેંગના અત્યાર સુધી ઝડપાઈ ચૂકયા છે.

બિચ્છુગેંગના ર૬ માથાભારે ગુનેગારો સામે ગુજસીટોક ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે સૌ પ્રથમ ૧૨ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ત્યાર બાદ વધુ ૩ની ધરપકડ કરી ૧૩ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જાે કે, આ તમામ આરોપીઓ ખૂબ જ માથાભારે હોવાથી પોલીસે તેમની આકરી પૂછપરછ હાથ ધરી હતી. ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી આ ટોળકીના ૧૫ ગુનેગારોના રિમાન્ડ પૂરા થતાં તેમને જ્યુડિ. કસ્ટડીમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જાે કે આ તમામ ગુનેગારો અત્યંત માથાભારે હોાવથી એક જ જેલમાં સાથે રહી અન્ય કોઈ ગુનાને અંજામ આપવા ભેગા મળી કાવતરું રચે અથવા જેલમાં અન્ય લોકો પર ધાક જમાવવા માથાકૂટ કરે તેવી સંભાવના છે જેના અનુસંધાને સ્પે. પબ્લીક પ્રોસિકયુટર ગુજસીટોક રઘુવીર પંડયા દ્વારા ઉપરોક્ત બાબતે કોર્ટમાં અરજી કરી હતી કે તમામ આરોપીઓને એક જ જેલમાં સાથે રાખવામાં ન આવે જેથી કોર્ટે સ્પે. પબ્લિક પ્રોસિકયુટરની અરજી માન્ય રાખી છને વડોદરા, ત્રણને સુરત, બેને ભરૂચ અને બેને ગોધરા તેમજ છોટાઉદેપુર જેલમાં બેને મોકલી આપવા હુકમ કર્યો છે.

ગુજસીટોક હેઠળ ગેંગના ૨૬ માથાભારે ગુનેગારો સામે ગુનો નોંધાયો છે જેમાં રવિવારે મોડી સાંજે અસલમ બોડિયો અને સોએબ ઉર્ફે બાપુ યુસુફઅલી સૈયદની ધરપકડ કરવામાં આવી હતી. આમ અત્યાર સુધીમાં ૨૬ પૈકી કુલ ૧૭ની પોલીસે ધરપકડ કરી હતી જયારે અન્ય આરોપીઓ પૈકી વધુ ત્રણ અસફાફ ઉર્ફે બાબા ઈકબાલ શેખ, શાહરૂખ અબ્દુલ હબીબખાન પઠાણ અને સુલતાનની ધરપકડ કરતાં કુલ આંક ર૦ ઉપર પહોંચ્યો છે. પોલીસે ત્રણેયને આજે કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસ રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ગત રોજ બિચ્છુગેંગના વધુ ત્રણ માથાભારે ગુનેગારોની ધરપકડ કરી હતી. જેમાં અસફાક ઉર્ફે બાબ સામે જુદા જુદા ર૩ ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે શાહરૂખ હબીબખાન પઠાણ સામે ૧૦ અને સુલતાન ઉર્ફે તાન સત્તારભાઈ મીરાશી સામે પોલીસ ચોપડે ૧૪ ગુનાઓ નોંધાયેલા છે.

બાપુના ઈશારે બધા ટપોટપ હાજર થાય છે

વડોદરા. મંગળવારે બપોરે જ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયેલા અસફાફને અંતે આજે જાહેર કરાયો હતો જ્યારે શાહરૂખ અબ્દુલ હબીબ પઠાણ મંગળવારે રાત્રે હાજર થયો હતો. બોડિયા સહિત અન્યોને હાજર કરવા માટે યાકુતપુરા વિસ્તારના એક બાપુ તરીકે ઓળખ ધરાવતા ઈસમે વિવાદાસ્પદ ત્રિપુટી પોલીસ કર્મચારીઓના સહારે ખેલ પાડયો છે જેની સામે કેટલીક શરતો પણ રાખી હોવાનું ચર્ચાય છે. જાે કે, બોડિયો હાજર થયા બાદ બાકીના પાંચ ટપોરીઓ પણ હવે ટપોટપ હાજર થશે. માત્ર મુન્ના તડબૂચ અંગે હજુ સુધી રહસ્ય અકબંધ રહ્યું છે.