ખંભાત

ખંભાત તાલુકાના ઉંદેલ ગામે રહેતા ચાર યુવકો છેલ્લા દોઢેક વર્ષથી બાઇક ચોરીનું મસમોટું નેટવર્ક ચલાવી રહ્યા હતા. આ યુવકોમાંથી બે વડોદરા મજુરી કામે જતા હતાં, જ્યાંથી બાઇક ચોરી કરી ઉંદેલ લાવતા હતા. બાદમાં ઉંદેલના સાગરીતો બાઇક નજીવી કિંમતે ગીરો મુકી મળતી રકમથી ભાગે વહેંચી શોખ પુરા કરતાં કરતાં હતાં. હાલ આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા ત્રણ ઝડપયા છે. માસ્ટર માઇન્ડ હજુ ફરાર છે. જેને પકડવા ચક્રોગતિમાન કર્યાં છે. ખંભાત ગ્રામ્ય પો.ઇ.આર.એન. ખાંટ તથા પોસઇ એ.એસ. શુકલ સહિતની ટીમને બાતમી મળી હતી કે, ગામમાં ચોરીના મોટર સાયકલ વેચાણ અર્થે મુક્યાં છે. બાતમી આધારે પોલીસ ટીમે ઉંદેલ ગામે દરોડો પાડ્યો હતો. જેમાં જીલુભા ચાવડા, સોહિલ ઉર્ફે બાટલી અમીરભાઈ મલેક, ગજેન્દ્ર ઉર્ફે જગદીશ ચાવડાના ઘરેથી ૧૨ બાઇક મળી આવ્યાં હતાં. આ બાઇક સંદર્ભે તેઓની પૂછપરછ કરતાં તેઓ યોગ્ય જવાબ આપી શક્યા નહતાં. પોલીસે બાઇકના નંબર આધારે પોકેટકોપ એપથી તપાસ કરતા તે બાઇક વડોદરાથી ચોરી થયાનું ખુલ્યું હતું. ત્રણેયની અટકાયત કરી પોલીસ મથકે લાવ્યાં હતાં. જ્યાં તેમની પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યાં હતાં .દોઢેક વર્ષથી તેઓ બાઇક ચોરી કરી તેના નાણાંથી શોખ પુરા કરતાં હોવાનું કબુલ્યું હતું. ખંભાત ગ્રામ્ય પો. ઇ.આર.એન. ખાંટ તથા પોસઇ એ.એસ. શુકલ સહિતની ટીમને બાતમી મળી હતી કે, ઉંદેલ ગામમાં ચોરીના મોટર સાયકલ વેચાણ અર્થે મુક્યાં છે. બાતમીના આધારે પોલીસ ટીમે ઉંદેલ ગામે દરોડો પાડ્યો હતો. જેમાં જીલુભા ચાવડા, સોહિલ ઉર્ફે બાટલી અમીરભાઈ મલેક, ગજેન્દ્ર ઉર્ફે જગદીશ ચાવડા (રહે.તમામ ઉંદેલ)ના ઘરેથી ૧૨ બાઇક મળી આવ્યાં હતાં. બાઇક સંદર્ભે ી પૂછપરછ કરતાં તેઓ યોગ્ય જવાબ આપી શક્યા નહતાં.