છોટાઉદેપુર, તા.૧૭ 

છોટાઉદેપુર તાલુકાના કેવડી ગામ ખાતે ગત રોજ સાંજે રીછે એકાએક હુમલો કરતા કેવડી ગામના ત્રણ ઘાયલ થયા હતા. પંચમહાલ જિલ્લા ને અડીને આવેલા જિલ્લા ના વન વિસ્તાર રીછ અભ્યારણ તરીકે ઓળખાય છે.

છોટાઉદેપુર બહોળો વનવિસ્તાર ધરાવે છે. અહીં વન વિસ્તારમાં રહેતા આદિવાસી ગ્રામજનો અવાર નવાર આવા હુમલાઓના ભોગ બનતા હોય છે. ગત રોજ રીછ ગામની સીમમાં આવી ચઢતા ત્રણ વ્યક્તિ ઉપર જાનલેવા હુમલો કર્યો હતો. સદનસીબે રીંછના હુમલામાં આ ત્રણેય નો આબાદ બચાવ થયો હતો.

જશુંભાઈ જેન્તી ભાઈ રાઠવા. ઉ.વ.આ. ૨૩ .રહે.કેવડી. રીંછ દ્વારા ઉમલા મા ઘાયલ ઈજાગ્રસ્ત ને ઝોઝ. પી.એસ.સી.ખાતે લાવી સારવાર કરાવવા મા આવી હતી જયારે હુમલા માં ઈજાગ્રસ્ત રમેશ ભાઈ લેમજી ભાઈ નાયકા. ઉ.વ.આ. ૪૫.રહે.કેવડી. તથા બાબુભાઈ વેસતાભાઈ નાયકા ઉ.વ.આ.૩૩. રહે.કેવડી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર .ખાતે લાવી સારવાર કરાવવા મા આવી હતી. તેઓને હાથે પગે ઇજા થઇ હતી.