પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ સોમવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડી કોરોનાથી સંક્રમિત હોવાનું માલુમ પડ્યું છે. તેમા હૈદર અલી, હરીસ રઉફ અને શાદાબ ખાનનો સમાવેશ થાય છે. બોર્ડના જણાવ્યા પ્રમાણે રવિવારે આ ખેલાડીઓનો રાવલપિંડીમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ લેવામાં આવ્યો ત્યાં સુધી તેમનામાં કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતા. પાકિસ્તાન ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં ઈગ્લેન્ડના પ્રવાસ પર જઈ રહી છે. આ અગઉ સુરક્ષાને ધ્યાનમાં રાખી આ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

ગયા સપ્તાહે પાકિસ્તાનનો ભૂતપુર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આફ્રિદીએ એક ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી અને લોકોને દુઆ કરવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આફ્રિદી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની મુલાકાત લેવા ગયો ગતો. ત્યારબાદ તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની સ્થિતિ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ ટીમ 28 જૂનના રોજ ઈગ્લેન્ડના પ્રવાસ પર જશે. અહીં તે ત્રણ ટેસ્ટ અને ત્રણ T-20 મેચ રમશે. ઈગ્લેદન્ડ પહોંચતા પાકિસ્તાન ડર્બીશાયરમાં 14 દિવસ ક્વોરન્ટીન રહેશે. જોકે, આ સમય દરમિયાન ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા પર કોઈ પ્રતિબંધ નથી. પાકિસ્તાને 29 સભ્યની ટીમ પસંદ કરી છે. જેથી ખેલાડીમાં કોઈ સંક્રમણને લીધે બીમાર પડે તો તેનું સરળતાથી રિપ્લેસમેન્ટ કરી શકાય. દરમિયાન, બાંગ્લાદેશના ભૂતપુર્વ કેપ્ટન મશરફે મુર્તજા પણ કોરના પોઝિટિવ આવ્યો છે. તે વાઈસરના સંક્રમણનો ભોગ બનેલ બીજો ક્રિકેટર છે. આ અગાઉ, વનડે ટીમના કેપ્ટન તમીમ ઈકબાલનો ભાઈ નફિસ પણ સંક્રમિત થયો હતો. નફીસ અત્યારે હોમ આઈસોલેશનમાં છે.