નવી દિલ્હી,તા.૪

શ્રીલંકાની ક્રિકેટ ટીમના એક સમય ઝડપથી ઉપર આવી ગઈ હતી આજે એટલી જ ઝડપથી આ ટીમ નીચે જઈ રહી છે. કુમાર સંગાકારા, મહેલા જયાવર્ધને, તિલકરત્ને દિલશાન અને મુથૈયા મુરલીધન જેવા મહાન ખેલાડીઓની નિવૃત્તિ બાદ પહેલાથી જ ટીમ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી અને હવે આ ટીમને ખેલાડીઓના નામ ફિક્સિંગમાં સામેલ હોવાના આવ્યા છે. મળતી માહિતી મુજબ શ્રીલંકાના ત્રણ ખેલાડી મેચ ફિક્સિંગના મામલે ફસાયા છે. જાકે, હાલમાં આ ખેલાડીઓના નામનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સમાચારની પુષ્ટિ ખુદ શ્રીલંકાના રમત મંત્રી દુલાસ અલાહાપેરૂમાએ કરી છે. અલાહાપેરુમાંએ જાણકારી આપતા કહ્યુ કે, તેના દેશના ઓછામાં ઓછા ત્રણ ખેલાડીઓની મેચ ફિક્સિંગના મામલે આઈસીસી તપાસ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ, અમને દુઃખ છે કે રમતનું અનુશાસન અને ચરિત્ર નબળા પડી રહ્યા છે. જ્યારે આ સમાચાર સામે આવ્યા બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, બોર્ડનું માનવું છે કે માનનીય મંત્રીએ જેમનો ઉલ્લેખ કર્યો છે તે આઈસીસી ભ્રષ્ટાચાર નિરોધક એકમ દ્વારા ત્રણ પૂર્વ શ્રીલંકન ખેલાડીઓ વિરૂદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં હાલના સમયમાં રાષ્ટીય ખેલાડીઓના નામ સામલ નથી.