અમદાવાદ, ગુજરાત રાજ્યમાં આતંક ફેલાવવાના પાકિસ્તાનના કાવતરાને શહેર ક્રાઈમ બ્રાંચે ખુલ્લુ પાડ્યુ છે. પાકિસ્તાનના આઈએસઆઈના ઈશારે કામ કરતા ત્રણ આંતક ફેલનાર શખ્સોના ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી છે. જાે કે પુછપરછમાં રેવડી બજારમાં પાંચ દુકાનમાં આગ લગાડી હોવાનું અને આ કામ માટે દોઢ લાખ રૂપિયાનો હવાલા અર્થે આવ્યા હોવાનું ક્રાઈમબ્રાંચની ટીમને જાણવા મળ્યુ છે. આ અંગે ક્રાઈમબ્રાંચની ટીમે વધુ પુછપરછ હાથધરી છે.ગુજરાતમાં આતંક ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખુલ્લું પાડી દીધું છે. જેમાં ૈંજીૈંના ઈશારે આતંકનું નવુ મોડ્યૂલ ઉભું કરાયું હતું. તેમનો ઉદેશ્ય આંતક ફેલાવવાનો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલ આરોપી માર્ચ મહિનામાં રેવડી બજારમાં પાંચ દુકાનમાં આગ લગાડી હતી. આગ લગાડવા માટે દોઢ લાખ રૂપિયા હવાલા અર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી વાયા મુંબઈ અને મુંબઈથી અમદાવાદ હવાલો આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ક્રાઈમબ્રાંચની ટીમે પુછપરછ દરમિયાન એવુ જાણવા મળ્યુ હતુ કે, અમદાવાદમાં રહેતો ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવિણ ફેસબુકથી બાબા પઠાણ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. તેની તપાસ કરતા પાકિસ્તાનના કરાચીનું આઈપી એડ્રેસ મળ્યું હતું. આરોપી યુક્રેન, આફ્રિકાના નંબર વાપરતા હતા. જાન્યુઆરી ૨૦૨૦થી આ ષડયંત્ર ચાલતું હતું.બાબા પઠાણે પ્રવિણને પહેલા તો હત્યા કરવા માટે ઉપસાવેલો. બાબાએ કહ્યું હતું કે, પોતાના વિસ્તારમાં તું કોઇની હત્યા કરી નાંખ. તે માટે પહેલા પ્રવિણ મધ્યપ્રદેશ ગયો અને હથિયાર લઇને ત્યાંથી પરત આવતો હતો ત્યારે પોલીસ તપાસ દરમિયાન પકડાઇ ગયો હતો.  તેની પર આર્મ્સ એક્ટનો કેસ દાખલ થયો હતો. તે પછી બાબએ ફરીથી પ્રવિણને કહ્યું કે, તું બીજું કામ કર, ભીડવાળી જગ્યા પર આગ અકસ્માતનું કામ કર. તે અનુસંધાને તેણે અમદાવાદના રેવડી બજારમાં આગ લગાવી હતી. પ્રવિણને બાબાએ પહેલા હથિયાર ખરીદવા માટે ૨૫ હજાર રૂપિયા પેટીએમના માધ્યમથી મોકલાવેલા. ત્યારબાદ તેને આગચંપી કરવા માટે દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ રુપિયા તેને આંગડિયાથી મુંબઇ- દુબઇથી મોકલાયાનું તપાસમાં સામે આવ્યું છે.

ભારતના જ યુવાનોને લાલચ આપી તૈયાર કર્યા

પાકિસ્તાનના આઈએઆઈ દ્વારા ભારતના યુવાનોને પૈસા તેમજ જુદી જુદી લાલચો આપીને પહેલા નાના કામ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોઈ મોટા કામને અંજામ આપવા માટે પણ આ યુવાનોનો ઉપયોગ કરવાના હતા. જાે કે તે પહેલા ક્રાઈમબ્રાંચની  સતર્કતાથી ત્રણ યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસ કમિશનરને કાલુપુરવાલા કામ હો ગયાનો મેસેજ મળ્યો હતો

અમદાવાદના પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવને થોડા દિવસ પહેલા એક એજન્સી દ્વારા મેસેજ મળ્યો હતો કે, કાલુપુરવાલા કામ હો ગયા હૈ. આ મેસેજ મળતા કમિશનરે પોતે તપાસ કરાવી કે કઈ મોટી ઘટના બની ? આગ સિવાય કોઈ ઘટના ન હોવાનું સામે આવ્યું. તપાસ તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી અને આ ઘટનામાં તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે ટેરરના નવા મોડ્યુઅલનો પર્દાફાશ કર્યો છે.