અમદાવાદ, દુર્ષ્‌કર્મના કેસમાં સુરતની જેલમાં બંધ આશારામના પુત્ર નારાયણ સાંઇ પોતાની સામે થયેલી ફરિયાદ રદકરવા માટે ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખટખટાવ્યાં છે. નારાયણ સાંઇ સામે પ્રિઝન એક્ટ અને ૈંઁઝ્ર કલમ હેઠળ ફરિયાદ થઈ હતી.ગયાવર્ષે ઓક્ટોબરમાં સુરત સેન્ટ્રલ જેલમાં મોબાઇલ ફોન મળ્યો હતો. જેનો ઉપયોગ નારાયણ સાંઈ કરતો હોવાનો આરોપ લાગ્યો હતો. જેથી સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.સુરતની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇએ પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવા અરજી કરી છે.આ બાબતે નારાયણ સાંઈના એડવોકેટે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી કરી છે. નારાયણ સાંઈના એડવોકેટે જણાવ્યું કે, જ્યાંથી મોબાઈલ મળ્યો છે, તે નારાયણ સાંઇની બેરેક અને તેની પાસેના કોમન ટોયલેટમાંથી મળ્યો છે. જેમાં કોઈ ઈસ્ૈં નંબર નથી. ઉપરાંત ફરિયાદમાં જે પૂરાવા રજૂ કરવામાં આવ્યા છે, તે પણ પર્યાપ્ત નથી. જેને લઈ નારાયણ સાંઈની સામેની જેલમાં મોબાઈલ ઉપયોગ કરવાના આરોપની ફરિયાદ રદ કરવામાં આવે. આ અરજી બાદ હવે કેટલાંક દિવસોમાં આ અરજીની સુનાવણી હાથ ધરાશે.નારાયણ સાંઈ રેપના કેસમાં સુરતની સેન્ટ્રલ જેલમાં આઠ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. નારાયણ સાંઈ અને તેના પિતા આસારામ સામે રેપના ગુજરાત અને રાજસ્થાનમાં પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. જે મામલે અલગ-અલગ કોર્ટ કેસ પણ ચાલી રહ્યા છે.