ગાંધીનગર-

ગુજરાત માટે આગામી થોડા દિવસો માટે વરસાદનું જોર જોવામાં આવશે તેવી આગાહી પૂર્વે જ હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી હતી ખાસ કરીને 12 અને 13 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતમાં અનેક સ્થળોએ ભારેથી લઇ હળવા વરસાદનો વરતારો જોવામાં આવશે તેવી કરવામાં આવેલી આગાહીના પગલે કહી શકાય કે પૂર્વગામી અસરના કારણે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ગઇકાલથી જ સારો વરસાદ નોંધવામાં આવ્યો હતો. જો કે, આગામી થોડા દિવસ પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

ઉલ્લેખનીય છે કે, આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવામાં આવશે અને આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ પૂર્ણ સંભાવનાં જોવામાં આવી રહી છે. સાથે સાથે જ રાજ્યનાં અન્યા વિસ્તારોમાં મધ્યમ વરસાદની વકી જોવામાં આવી રહી છે. હવામાન વિભાગે સાથે સાથે ગુજરાતમાં થંડર સ્ટોર્મની પણ આગાહી કરી છે. આવતી કાલે એટલે કે, 13 સપ્ટેમ્બરે દરિયામાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં થંડર સ્ટોર્મનો કહેર પણ નોંધવામાં આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપી આ મામલે તંત્રને અને લોકોને સચેત રહેવા જણાવ્યું છે.