અમદાવાદ-

તિરૂપતી ભારતની અગ્રગણ્ય એડીબલ ઓઇલ બ્રાન્ડસમાંની એક, હવે ગુજરાતમાં રાઇસ બ્રાન્ડ ઓઇલ કેટેગરીમાં નં.1 બ્રાન્ડ બની છે. તિરૂપતીએ ફેબ્રુ. 2021માં રાઇસ બ્રાન્ડ ઓઇલ લોન્ચ કર્યુ હતું અને ટુંકા સમયમાં પ્રોડકટની ગુણવતા તથા ગ્રાહકોના વિશ્વાસને કારણે બ્રાન્ડ લીડરશીપ પોઝિશીનમાં પહોંચી ગઇ છે.

રાઇસ બ્રાન્ડ ઓઇલની રજુઆત એક વ્યુહાત્મક પગલું હતું. કોવિડની અસરને કારણે ગ્રાહકો હવે ઇમ્યુનિટી તથા સ્વાસ્થય બાબતે વધુ જાગૃત બન્યા છે. ઇમ્યુનીટી આજના તાતી જરૂરીયાત બની છે. રાઇસ બ્રાન્ડ ઓઇલ સૌથી સ્વાસ્થયપ્રદ તેલમાંનું એક ગણાય છે કેમ કે તેમાં મહત્વપુર્ણ પોષક તત્વો હોય છે. શરીરની રોગપ્રતિકારક શકિત સારી રીતે કામ કરી શકે એ માટે વિટામીન ઇની દૈનિક જરૂરીયાતના પુરા ર9 ટકા રાઇસ બ્રાન્ડ ઓઇલમાંથી મળી શકે છે. આ તેલમાં ટોકોટ્રાઇએનોલ્સ, ઓરિઝેનોલ તથા પ્લાન્ટ સ્ટેરોલ્સ હોયછે. આ પોષક તત્વોના સ્વાસ્થય લાભ સમજવા માટે વિસ્તૃત અભ્યાસો કરવામાં આવ્યા છે. રાઇસ બ્રાન્ડ ઓઇલમાં હદય માટે સાનુકુળ અનસેચ્યુરેટેડ ફેટનુંપણ ઉંચું પ્રમાણ હોય છે. માર્કેટમાં રાઇસ બ્રાન્ડ ઓઇલ લોન્ચ કરવા માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરીના કપુર ખાનની પસંદગી કરવામાં આવી છે.