કોલકત્તા-

પશ્ચિમ બંગાળના રાજકારણમાં સૌથી મોટો ટિ્‌વસ્ટ આવ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીર ધનખડ દ્વારા મમતા સરકાર વિરુદ્ધ સતત નિવેદન આપવાથી ટીએમસીના દિગ્ગજ નેતાઓ નારાજ થયા છે. બુધવારે ટીએમસીનાં સુખેંદુ શેખર સહિત વરિષ્ઠ નેતાઓંએ રાષ્ટ્રપતિને સહીં કરેલું એક પત્ર આપ્યો છે.

જેમાં સાંસદ સુદીપ બંદયોપાધ્યાય, સાંસદ ડેરેક ઓબ્રાયન, સાંસદ કલ્યાણ બેનર્જી અને સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારની પણ સહીં કરવામાં આવી હતી. સુંખેન્દુ શેખરે આ મામલા પર નિવેદન આપતા જણાવવામાં આવ્યું છે કે અમે લોકોએ રાષ્ટ્રપતિને એક જ્ઞાપન સોપ્યું છે, જેમાં લખવામાં આવ્યું કે બંગાળના રાજ્યપાલ સંવિધાનનું સંરક્ષણ, સુરક્ષા અને બચાવ કરવામાં સંપૂર્ણ પણે નિષ્ફળ રહ્યા છે, અને તેઓ વાંરવાર સુપ્રિમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલા કાયદાનું વાંરવાર ઉલ્લંઘન કરી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે ટકરાવ યથાવત રહ્યો છે. રાજ્યપાલ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મમતા સરકારને નિશાન સાધતા રહે છે.