દિલ્હી-

દિલ્હી રાજ્ય સરકારે શુક્રવારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પ્રદૂષણને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહન નીતિ શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ માહિતી આપી. નવી નીતિને પ્રગતિશીલ ગણાવતાં કેજરીવાલે દાવો કર્યો કે તે પ્રદૂષણ ઘટાડશે, રોજગારી વધારશે અને પાંચ વર્ષમાં પાંચ લાખ વાહનોની નોંધણી કરશે.

સીએમએ કહ્યું કે આ સાથે દિલ્હીની અર્થવ્યવસ્થા સારી થવાની અપેક્ષા છે.7 ઓગસ્ટ 2020એ ઇલેક્ટ્રિક વાહન નીતિ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ ઇલેક્ટ્રિક વાહન નીતિ દેશની સૌથી પ્રગતિશીલ નીતિ છે. 5 વર્ષમાં 5 લાખ નવા ઇલેકટ્રીક વાહનો નોંધણી કરાશે. ઇવી સેલ' સ્થાપવામાં આવશે. આખી નીતિને અમલમાં મૂકવામાં મદદરૂપ થશે. 1 વર્ષમાં 200 ચાર્જિંગ સ્ટેશનો થશે, કાર માટે ચાર્જિંગ 3 કિ.મી.ની આસપાસ સરળ રહે. રાજ્ય ઇલેક્ટ્રિકલ વ્હિકલ બોર્ડ બનાવવામાં આવશે. મફતમાં વીજળી, શાળા અને કોરોનાને નિયંત્રિત કરવા માટે અમારા મોડેલની ચર્ચા કરવામાં આવી રહી છે, તેવી જ રીતે અમારી ઇલેક્ટ્રિક વાહન નીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવશે.