વડોદરા

જૈન સંઘોમાં શિરમોર અને સૌથી મોટા ગચ્છના ગચ્છાધિપતિ જયઘોષસુરિ મ.સા.ને ગયા વરસે કાળધર્મ થયો અને અંતિમસંસ્કાર ભૂમિ પર વિશાળ ગુરુમંદિરનો શિલાન્યાસ તા.૮મી નવેમ્બરે અમદાવાદ ખાતે થવાનો છે ત્યારે બધા જ મોટા આચાર્ય ભગવંતો ગુરુમંદિરની મુખ્ય શિલા ઉપર વાસક્ષેપ કરવા માટે આવતીકાલે શિલાનો વડોદરામાં પ્રવેશ થશે. જૈન સંઘના અગ્રણી દીપક શાહે અને ભરત ટોલિયાએ જણાવ્યું હતું કે આ શિલા ઉપર મુંબઈમાં બિરાજમાન વર્તમાન ગચ્છાધિપતિ આ.રાજેન્દ્રસૂરિ, પદ્મભૂષણ આ.રત્નસુંદરસૂરિ મ.સા. આદિ ગુરુભગવંતોના વાસક્ષેપ પછી ગઈકાલે સુરત ખાતે આચાર્ય ભગવંતોના વાસક્ષેપ બાદ આ શિલા વડોદરામાં વાઘોડિયા બાયપાસ પાસે ફાર્મમાં થશે. પીઠિકાની આરાધના કરતાં જંબુવિજયજી મ.સા.ના શિષ્ય આ પુંડરીક રત્નસૂરિ મ.સા. બપોરે ર વાગે વાસક્ષેપ કરશે. ત્યાર બાદ ૩ વાગે જાની શેરી આત્માનંદ જૈન ઉપાશ્રય ખાતે આ. પુણ્યચંદ્ર સાગરસૂરિ ચાર વાગે અલકાપુરી જૈન સંઘમાં આ. વિમલપ્રભસૂરિ મ.સા. પાંચ વાગે સુભાનપુરા બાલુબા ઉપાશ્રય ખાતે પંન્યાસ આગમચંદ્રસાગર મ.સા. સાત વાગે નિઝામપુરા જૈન સંઘમાં મુનિ રમ્યચંદ્રસાગર મ.સા. અને ૮ વાગે સમા જૈન સંઘમાં મુનિ. અપૂર્વચંદ્રસાગર મ.સા. આ કુર્મશિલા પર વાસક્ષેપ કરશેઅ ને પછી અમદાવાદ તરફ આ શિલા પ્રયાણ કરશે અને ત્યાં ૮મી નવેમ્બરે ગુરુમંદિર માટેની કુર્મ શિલાનો શિલાન્યાસ કરવામાં આવશે.