ભુજ-

 

ભારતીય શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ જોવા મળે છે તે મરુ મેરું અને મેરામણનો પ્રદેશ પ્રાચિન કચ્છનું આજથી નવું વર્ષ શરૂ થયું છે. રણ, દરિયો અને ડુંગરનો પ્રદેશ ફરી જુના જાહોજલાલી વાળા સમયમાં વિકાસની સાથે આગળ વધી રહયો છે. 

કચ્છ , એટલે હેતાળ. પ્રદેશ. સુકો પ્રદેશ પણ દરિયાદિલ પ્રદેશ, આ પ્રદેશની અનોખા. ઉદાર અને પ્રેમાળ કચ્છીઓ આજે નવું વર્ષ ઉજવી રહયા છે અષાઢી બીજ કચ્છી પરંપરાનું નવું વર્ષ છે. આજથી કચ્છી નવું વર્ષ પ્રારંભ થયો છે. વિક્રમ સંવત કરતા ચાર માસ આગળ કચ્છી નવું વર્ષ ઉજવાય છે ઈ. સ 1203માં કચ્છી નવુ વર્ષ શરૂ થયાનું માનવામાં આવે છે. આમ કચ્છ 874મો નવું વર્ષ ઉજવી રહયું છે . દેશ દેશવારમાં કયાંય પણ વસતા કચ્છી આજે પોતાના ભાઈબંધુઓને નવા વર્ષના વધામણા આપવાનું ચુકતો નથી. કચ્છભરમાં હર્ષોલ્લાસ સાથે નવા વર્ષની આવકારયું હતું. ખાસ કરીને વરસાદ ખેંચાયો છે ત્યારે કચ્છમાં આજથી શરૂ થતા નવા વર્ષે મેઘરાજા પધરામણી કરે તેવી પ્રાર્થના કરાઈ હતી. 

કચ્છની આ અનોખી પરંપરા પાછળ. ખેતીની વાવણીના હળ જોડવા, દરિયામાંથી સાગર ખેડુઓનું પરત આવવું અને સૌથી મોટું જનજીવનનો જેના પર સૌથી મોટો આધાર છે તે ચોમાસાની શરૂઆતની બાબતો જોડાયેલી છે. પણ આ પરંપરા આજે પણ જીવંત છે. રાજાશાહીના સમયમાં આજના દિવસે કચ્છી પંચાગ બહાર પાડવામાં આવતા હતા અને રાજાના નવા સિક્કાઓનું પણ છાપકામ શરૂ કરાતું હતું.  બખ મલાખડો, સફેદ રણ, કાળો ડુંગર, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્ર્વર, રવેચીધામ, પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર, કચ્છ ભરત સહિત અનેક બાબતોથી કચ્છ પ્રદેશ સૌથી અલગ તરી આવે છે અને તેથી જ કચ્છી પ્રજા ખમીરવંતી અને ખમતીધર પ્રજા અને પ્રદેશ તરીકે ઓળખાય છે. આજના સપરમાં દિવસે લોકસતા જનસતા પરીવાર પણ સર્વ કચ્છીઓને શુભેચ્છા પાઠવે છે. કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું