અમદાવાદ-

વિશ્વમાં દર વર્ષે 13 ઓગસ્ટને વર્લ્ડ ઓર્ગન ડોનેશનડે તરીકે ઉજવાય છે. જેનો હેતુ લોકોમાં ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવી લોકો તેને કરવા પ્રેરાય તે છે.ડાયમંડ સીટી,સિલ્ક સીટી બાદ સુરત શહેર હવે દાનવીર શહેર તરીકે ઓળખાય તો પણ નવાઇ નથી. ડોનેટ લાઇફ સંસ્થાએ અંગદાન માટે હાથ ધરેલાં ઉમદા કાર્યને પગલે સમગ્ર રાજ્યમાં સુરત શહેર અંગદાન બાબતે અગ્રેસર બન્યું છે. ડોનેટ લાઇફ સંસ્થા સમગ્ર વિશ્વમાં તેનાંકેવી રીતે થાય છે ઓર્ગન ડોનેશન..??

જ્યારે હોસ્પિટલમાંથી ડોનેટ લાઇફને દર્દીનો બ્રેઇન ડેડ અંગેનો કોલ આપવામાં આવે છે, ત્યારે તેઓની ટીમ હોસ્પિટલ પહોંચી જતી હોય છે. જ્યાં પહેલા તો દર્દીના પરિવારજનોને બ્રેઇન ડેડ એટલે શું તે અંગે માહિતી આપવામાં આવે છે અને તેઓને કન્વીન્સ કરવામાં આવે છે કે, જો દર્દીનું મોત નીપજે અને બાદમાં તેને અગ્નિદાહ આપવામાં આવે તો તે, તો અંતે તો રાખ જ બની જવાનું છે, પરંતુ જો તેના ઓર્ગન ડોનેટ કરાવામાં આવે તો કેટલાયને નવજીવન આપી શકાય.

જો બ્રેઇન ડેડના પરિવારજનો હાર્ટ ડોનેટ કરવા માટે તૈયાર થાય તો, તાત્કાલિક ધોરણે મુંબઇ ખાતે આ અંગે જાણ કરવામાં આવે છે અને જો જરૂર જણાય તો મુંબઇથી ડોકટરની ટીમ સુરત આવી પહોંચે છે. મહત્વની વાત એ છે કે, હ્દય ટ્રાન્સપ્લાન્ટમાં સમય ખુબ જ ઓછો હોય છે. દર્દીના બ્લડ બંધ થવાથી લઇને સામે વાળા દર્દીનું બ્લડ ચાલુ થાય તે માટે ફકત 4 કલાકનો જ સમય હોય છે. આ સમયમાં દર્દીના ઓપરેશનથી માંડીને ટ્રાવેલિંગનો સમાવેશ થઇ જતો હોય છે.

સામાન્ય રીતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે રૂપિયા 20 લાખનો ખર્ચ થતો હોય છે અને જો સમયસર જો હ્દયને ટ્રાન્સપ્લાન કરવામાં નહીં આવે તો તે બિનઉપયોગી બની જતું હોય છે. ઓર્ગન સમયસર હોસ્પિટલથી એરપોર્ટ સુધી પહોંચે તે માટે પોલિસ દ્રારા ગ્રીન કોડીનોરની સેવા ઉપલબ્ધ કરાય છે. જેમાં એમ્બ્યુલન્સ નીકળવાની હોય તે પહેલા એરપોર્ટ સુધીનો રસ્તા પર અંદાજિત 100થી વધુ ટ્રાફિક જવાનો ગોઠવી દેવામાં આવે છે અને રસ્તો એમ્બ્યુલન્સ માટે ખુલ્લો કરી દેવામાં આવે છે કે જેને લઇને સમયનો બચાવ થાય. કાર્યો થકી ઓર્ગન ડોનેશન અંગે કાર્ય કરતી એક આગવી સંસ્થા તરીકે નામના મેળવીને સુરતનું નામ રોશન કરી રહી છે.